બે વર્ષની સગાઈ બાદ અલગ થયા?:વિદ્યુત જામવાલ ને નંદિતા વચ્ચે બ્રેકઅપ થયું? પાર્ટીમાં બંને અલગ-અલગ જોવાં મળ્યાં

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અને ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની છેલ્લાં બે વર્ષથી સાથે હતા. બંને બોલિવૂડના ફેવરિટ કપલમાંથી એક હતા. જોકે, હવે બંનેનું બ્રેકઅપ થયું હોવાની વાત જોરશોરથી બોલિવૂડમાં ચર્ચાઈ રહી છે. વિદ્યુત તથા નંદિતાએ 2021માં સગાઈ કરી હતી અને હવે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના મતે, વિદ્યુત તથા નંદિતા બોલિવૂડ એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની દીકરી અલના પાંડેની હલ્દી ને સંગીત સેરેમનીમાં અલગ અલગ આવ્યા હતા. આટલું જ નહીં બંને એકબીજાથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હતા.

બંનેનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા
અલાનાની સંગીત સેરેમનીમાં સામેલ થનાર એક મહેમાને કહ્યું હતું કે વિદ્યુત તથા નંદિતા બંને અલગ અલગ આવ્યા હતા. આટલું જ નહીં સેરેમની દરમિયાન પણ બંનેએ એકબીજા સાથે બિલકુલ વાત નહોતી કરી. આ ઉપરાંત તે બંને એકબીજાથી શક્ય તેટલો દૂર રહેવાનો પ્રયાસ કરતા હતા.

2021માં સગાઈ કરી હતી
2021માં વિદ્યુત જામવાલે સો.મીડિયામાં બે તસવીર શૅર કરી હતી. પહેલી તસવીરમાં નંદિતા તથા વિદ્યુત દીવાલ પર ક્લાઇમિંગ કરતાં જોવા મળ્યા હતા અને બંનેએ એકબીજાનો હાથ પકડ્યો હતો. બીજી તસવીરમાં બંને તાજ મહલની સામે ઊભા હતા. આ તસવીરો શૅર કર્યા બાદ વિદ્યુતે કહ્યું હતું, 'કમાન્ડો સ્ટાઇલમાં કર્યું. 1 સપ્ટેમ્બર, 2021.'

પાંચ મહિનાના રિલેશન બાદ જ સગાઈ કરી હતી
સૂત્રોના મતે, વિદ્યુત જામવાલ તથા નંદિતા એપ્રિલ, 2021માં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પાંચ મહિના બાદ જ એટલે કે સપ્ટેમ્બર, 2021માં બંનેએ સગાઈ કરી લીધી હતી. વિદ્યુત જામવાલ તથા નંદિતા વચ્ચે ઉંમરમાં 5 વર્ષનો તફાવત છે. વિદ્યુત 40 વર્ષનો છે અને નંદિતા 45 વર્ષની છે.

સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા
ઉલ્લેખનીય છે કે નંદિતાએ દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, ટૂંક સમયમાં જ બંનેના ડિવોર્સ થયા હતા. સંજય કપૂરે પછી બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ લાંબો સમય ટક્યા નહોતા અને બંને અલગ થયા હતા. સંજય કપૂરે ત્રીજા લગ્ન પ્રિયા ચટવાલ સાથે કર્યા હતા. ડિવોર્સ બાદ નંદિતાના સંબંધો લાંબા સમય સુધી એક્ટર ડિનો મોરિયા સાથે રહ્યા હતા.

વિદ્યુતના સંબંધો મોના સિંહ સાથે હતા
વિદ્યુતના સંબંધો ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ મોના સિંહ સાથે હતા. જોકે, 2 વર્ષ બાદ આ સંબંધો ખરાબ રીતે તૂટ્યા હતા.મોનાએ ડિસેમ્બર, 2019માં શ્યામ ગોપાલન સાથે લગ્ન કર્યા હતા.

વિદ્યુત જામવાલે જ્હોન અબ્રાહમ સાથે ફિલ્મ 'ફોર્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'બુલેટ રાજા', 'બાદશાહો', 'કમાન્ડો' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. વિદ્યુતની ફિલ્મ 'ખુદા હાફિઝ' તથા 'ધ પાવર' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે તે 'ક્રેકઃ જીતેગા તો જીયેગા'માં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ તથા જેકલિન ફર્નાન્ડિઝ છે.

અન્ય સમાચારો પણ છે...