વાઇરલ વીડિયોનું સત્ય:શું બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેને બે દીકરીઓ બાદ દીકરો દત્તક લીધો?

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુસ્મિતા હાલમાં જ વેબ સિરીઝ 'આર્યા 2'માં જોવા મળી હતી

46 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન હાલમાં જ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં આવી હતી. હવે એક્ટ્રેસ અન્ય કારણે ફરી ચર્ચામાં આવી છે. હાલમાં જ સુસ્મિતા બે દીકરીઓ સાથે જોવા મળી હતી. જોકે, સુસ્મિતાની સાથે એક નાનકડો દીકરો પણ હતો. સુસ્મિતાને દીકરા સાથે જોતા જ એવી ચર્ચા થવા લાગી કે એક્ટ્રેસે ત્રીજું બાળક દત્તક લીધું છે.

સુસ્મિતા સેન દીકરીઓ સાથે જોવા મળી....

બાળક સાથેનો વીડિયો સામે આવ્યો
સુસ્મિતા બુધવાર, 12 જાન્યુઆરીએ બે દીકરો રેની તથા અલીસા સાથે જોવા મળી હતી. તેમની સાથે નેની (આયા) બાળક સાથે જોવા મળી હતી. સુસ્મિતાને ત્રણ બાળકો સાથે જોતા જ એવી ચર્ચા થવા લાગી કે સુસ્મિતાએ દીકરાને દત્તક લીધો છે. ઉલ્લેખનીય છે કે સુસ્મિતા 24 વર્ષની હતી ત્યારે તેણે રેનીને દત્તક લીધી હતી. 2010માં સુસ્મિતાએ બીજી દીકરી અલીશાને દત્તક લીધી હતી.

શું છે વાઇરલ વીડિયોનું સત્ય?
સુસ્મિતાએ હજી સુધી આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. જોકે, વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, આ બાળક સુસ્મિતાનું નહીં, પરંતુ તેના નિકટના મિત્રનું છે. સુસ્મિતાએ બાળકને દત્તક લીધું નથી.

'આર્યા 2'માં જોવા મળી હતી
સુસ્મિતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ 'આર્યા'ની બીજી સિઝનમાં જોવા મળી હતી. આ સિરીઝ ડચ વેબ સિરીઝ 'પેનેઝા'ની રીમેક છે.