તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયા મિર્ઝાની લાઈફ:માત્ર 5 વર્ષ ટક્યા દિયાનાં પહેલા લગ્ન, ડિવોર્સ પછી કહ્યું હતું- લોકો પૂછતા કે તું આટલી ખુશ કઈ રીતે રહી શકે છે?

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ બીજા લગ્ન કરી રહી છે. દિયા મુંબઈના બિઝનેસમેન વૈભવ રેખી સાથે સાત ફેરા ફરશે. દિયાના આ બીજા લગ્ન છે. આ પહેલાં સાહિલ સંઘા સાથે તેના પહેલા લગ્ન 2019માં તૂટી ગયા હતા. લગ્ન તૂટ્યા પછી દિયાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ લાઈફ પર ખૂલીને વાત કરી હતી.

સાહિલ સાથે સંબંધ પૂરા થયા બાદ દિયાએ કહ્યું હતું, 'મારા માતા-પિતા 35 વર્ષ પહેલાં જ અલગ થઇ ગયા હતા. આવામાં જ્યારે મારા લગ્ન તૂટવાનો સમય આવ્યો તો મેં ખુદને કહ્યું કે જ્યારે હું સાડા 4 વર્ષની ઉંમરે મારાં માતા-પિતાના અલગ થવાનું દુઃખ સહન કરી શકું છું તો હું મારા ડિવોર્સમાંથી કેમ બહાર નહીં આવી શકું. સ્ત્રી અને પુરુષ મોટેભાગે આવા નિર્ણય લેવાથી બચે છે કારણકે તેમને ડર લાગે છે, તમારી અંદર આ હિંમત હોવી જોઈએ કે આ સમય પણ વીતી જશે.'

મહિલાઓ પૂછે છે- આટલી સ્ટ્રોંગ કઈ રીતે છો?
એક અન્ય ઇન્ટરવ્યૂમાં દિયાએ કહ્યું હતું, 'મને ઘણી મહિલાઓના મેસેજ આવે છે જે ડિવોર્સમાંથી પસાર થઇ રહી હોય અને તે કહે છે, લગ્ન તૂટ્યા પછી પણ તમે આટલા સ્ટ્રોંગ કઈ રીતે રહી શકો છો? તમે હસતા રહો છો? તમે કઈ રીતે સવારે ઉઠી જાઓ છો અને કામ પર ચાલ્યા જાઓ છો તો મારી પાસે તેમના માટે કોઈ જવાબ નથી હોતો. હું બસ તેમને એટલું કહેવા માગું છું કે મને મારો રસ્તો મળી ગયો અને હું આશા રાખું છું કે તમને પણ તમારો રસ્તો મળે પણ હું તમને સાચો રસ્તો ન બતાવી શકું.'

11 વર્ષ ચાલ્યા દિયા- સાહિલના રિલેશન
દિયાએ છૂટા પડવાની વાત સોશિયલ મીડિયા પર ઓગસ્ટ, 2019માં કરી હતી. લખ્યું હતું- 11 વર્ષ સાથે રહ્યા પછી પરસ્પર સહમતિ સાથે અમે નિર્ણય લીધો છે કે અમે એકબીજાથી અલગ થઈએ છીએ. અમે એકબીજાના મિત્રો રહીશું. અમારી જર્ની અમને અલગ- અલગ દિશાઓમાં લઇ જશે પણ અમે જે સંબંધ શેર કર્યો છે તેના માટે હંમેશાં એકબીજાના આભારી રહીશું.

2014માં લગ્ન થયાં હતાં
દિયાનાં લગ્ન 18 ઓક્ટોબર 2014ના રોજ સાહિલ સાથે થયાં હતાં. સાહિલ તેનો બિઝનેસ પાર્ટનર પણ હતો. દિયા અને સાહિલનાં લગ્ન આર્ય સમાજની વિધિથી દિલ્હીમાં થયાં હતાં. તેમાં તે પારંપરિક હૈદરાબાદી દુલ્હન તરીકે દેખાઈ હતી. દિયા અને સાહિલના લગ્ન ભલે 5 વર્ષ જ ટક્યા હોય પણ બંને પહેલાં અંદાજે 6 વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા.

'થપ્પડ' હતી છેલ્લી ફિલ્મ
દિયાની છેલ્લી ફિલ્મ તાપસી પન્નુ સ્ટારર 'થપ્પડ' હતી જેમાં તે શિવાની નામની છોકરીના રોલમાં હતી. ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિન્હા હતા. આ પહેલાં દિયાએ 2019માં તેનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું. તેણે વેબ શો 'કાફિર'માં કાયનાત અખ્તરનો રોલ પ્લે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો