તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્સાઇડ પિક્સ:દિયા મિર્ઝા-વૈભવ રેખીના લગ્નઃ વરમાળાથી લઈ રજિસ્ટર મેરેજ સુધીની તસવીરો

મુંબઈ3 મહિનો પહેલા

દિયા મિર્ઝા તથા વૈભવ રેખીએ 15 ફેબ્રુઆરી, સોમવારના રોજ હિંદુ રીત-રિવાજ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંનેએ રજિસ્ટર મેરેજ પણ કર્યાં હતાં. લગ્નમાં દિયા મિર્ઝા લાલ બનારસી સાડીમાં જોવા મળી હતી.

દિયા મિર્ઝા ગોર્જિયસ લાગી
દિયા મિર્ઝા લાલ બનારસી સાડીમાં ગોર્જિયસ લાગી હતી. તેણે માથા પર લાલ રંગની ચૂંદડી ઓઢી હતી. તેણે હેવી ગોલ્ડન નેકલેસ તથા ગ્રીન બંગડીઓ અને માથે ટીકો પહેર્યો હતો. વૈભવે વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા અને ગોલ્ડન સાફો બાંધ્યો હતો. દિયાના ઘરને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું અને લગ્નમાં 50 મહેમાનો હાજર રહ્યા હતા.

મહિલા બ્રાહ્મણે દિયા-વૈભવના લગ્ન કરાવ્યા
દિયાએ પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં વૈભવ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન મહિલા બ્રાહ્મણે કરાવ્યા હતા. લગ્નમાં કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. લગ્ન વૈદિક વિધિથી કરવામાં આવ્યા હતા.

સો.મીડિયામાં તસવીરો વાઈરલ થઈ
દિયા તથા વૈભવના લગ્નની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ હતી. અદિતિ રાવ હૈદરીએ વરરાજાનાં જૂતાં ચોરીને તસવીર શૅર કરી હતી.

તસવીરોમાં માણો લગ્ન...

લગ્ન બાદ દિયાએ મીઠાઈ વહેંચી
દિયા મિર્ઝા લગ્ન બાદ પતિ વૈભવ સાથે ઘરની બહાર આવી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. ત્યાર બાદ દિયાએ ફોટોગ્રાફર્સને કાજુકતરી વહેંચી હતી.

દિયા તથા વૈભવના બીજા લગ્ન
વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પણ છે. દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધાં હતાં.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો