તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ બેલ્સ:દિયા મિર્ઝા-વૈભવ રેખીએ લગ્ન પહેલાં મિત્રો સાથે પાર્ટી માણી, શાહરુખની મેનેજરે તસવીરો શૅર કરી

મુંબઈ18 દિવસ પહેલા

દિયા મિર્ઝા મુંબઈ સ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે 15 ફેબ્રુઆરીએ લગ્ન કરવાની હોવાની ચર્ચા છે. લગ્નના બે દિવસ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ પ્રી વેડિંગ પાર્ટી યોજવામાં આવી હતી. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ સો.મીડિયામાં આ પાર્ટીની તસવીર શૅર કરી હતી.

પૂજા તથા વૈભવ ખાસ મિત્રો
માનવામાં આવે છે કે પૂજા તથા વૈભવ ખાસ મિત્રો છે. દિયા તથા વૈભવે મિત્રો સાથે પ્રી વેડિંગ પાર્ટી એન્જોય કરી હતી. પૂજાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'દિયા મિર્ઝા અમારા ક્રેઝી પરિવારમાં તારું સ્વાગત છે. અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ.' દિયાએ આ પોસ્ટમાં કમેન્ટ બોક્સમાં હાર્ટ ઈમોજી શૅર કરી હતી.

પૂજા દદલાણીએ સો.મીડિયામાં પ્રી વેડિંગ બેશની તસવીરો શૅર કરી હતી
પૂજા દદલાણીએ સો.મીડિયામાં પ્રી વેડિંગ બેશની તસવીરો શૅર કરી હતી

પરિવાર-મિત્રોની હાજરીમાં લગ્ન કરશે
માનવામાં આવે છે કે દિયા મિર્ઝા પરિવાર તથા મિત્રોની હાજરીમાં વૈભવ સાથે લગ્ન કરશે.

લૉકડાઉનમાં નિકટતા વધી
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલ પ્રમાણે, દિયા મિર્ઝા મુંબઈ સ્થિત બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવાની છે. આ લગ્નમાં પરિવાર તથા નિકટના મિત્રો જ હાજર રહેશે. ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે, વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. ખરી રીતે તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.

વૈભવના પણ બીજા લગ્ન
વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી પણ છે.

દિયાએ 2019માં ડિવોર્સ લીધા હતા
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યારબાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો