તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ:ડિવોર્સના બે વર્ષ બાદ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે ફેરા ફર્યા, લગ્ન બાદ ફોટોગ્રાફર્સને મીઠાઈ ખવડાવી

મુંબઈ18 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા આજે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝાએ લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી. આ સાડીમાં દિયા મિર્ઝા ઘણી જ સુંદર લાગતી હતી. લગ્ન પહેલાં દિયાએ મહેંદીની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. દિયાએ બાંદ્રા સ્થિત પાલી હિલ ખાતે પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

દિયાનાં લગ્નની ખાસ તસવીરો

લગ્ન બાદ પતિ સાથે દિયા મિર્ઝા
લગ્ન બાદ પતિ સાથે દિયા મિર્ઝા
લાલ સાડીમાં દિયા મિર્ઝા ગોર્જિયસ લાગતી હતી
લાલ સાડીમાં દિયા મિર્ઝા ગોર્જિયસ લાગતી હતી
લગ્ન બાદ દિયાએ ફોટોગ્રાફર્સને મીઠાઈ ખવડાવી હતી
લગ્ન બાદ દિયાએ ફોટોગ્રાફર્સને મીઠાઈ ખવડાવી હતી
દિયા મિર્ઝાએ મહેંદીની તસવીર શૅર કરી હતી
દિયા મિર્ઝાએ મહેંદીની તસવીર શૅર કરી હતી
દિયાની મિત્રે આ તસવીર શૅર કરી હતી
દિયાની મિત્રે આ તસવીર શૅર કરી હતી

ટ્રેડિશનલ વેડિંગ
દિયા તથા વૈભવ ટ્રેડિશનલ વેડિંગ કરશે. લગ્નમાં 50 લોકો સામેલ રહ્યા હતા.. આ ઉપરાંત દિયા મિર્ઝા રજિસ્ટર્ડ મેરેજ પણ કર્યા હતા. લગ્નમાં બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી પણ આવી હતી. અદિતીએ સો.મીડિયામાં લગ્નની એક તસવીર શૅર કરી હતી.

અદિતી રાવ વરરાજાની મોજડી સાથે જોવા મળી હતી. હવે અદિતીએ વરરાજાની મોજડી ચોરી છે કે પછી સાચવી રાખી છે, તે ખ્યાલ નથી.
અદિતી રાવ વરરાજાની મોજડી સાથે જોવા મળી હતી. હવે અદિતીએ વરરાજાની મોજડી ચોરી છે કે પછી સાચવી રાખી છે, તે ખ્યાલ નથી.
લગ્નમાં સામેલ થવા જતી અદિતી
લગ્નમાં સામેલ થવા જતી અદિતી

પ્રી-વેડિંગ પાર્ટી માણી

પ્રી વેડિંગ બૅશમાં વૈભવ-દિયા મિત્રો સાથે
પ્રી વેડિંગ બૅશમાં વૈભવ-દિયા મિત્રો સાથે

લગ્નના બે દિવસ પહેલાં એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ પ્રી-વેડિંગ પાર્ટી યોજવામાં આવી હતી. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ સો.મીડિયામાં આ પાર્ટીની તસવીર શૅર કરી હતી. પૂજા દદલાણીએ દિયા તથા વૈભવ માટે પ્રી-વેડિંગ પાર્ટી યોજી હતી. પૂજાએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'દિયા મિર્ઝા અમારા ક્રેઝી પરિવારમાં તારું સ્વાગત છે. અમે તને બહુ જ પ્રેમ કરીએ છીએ.'

લૉકડાઉનમાં નિકટતા વધી

સૂત્રોના મતે, ગયા વર્ષે દિયા તથા વૈભવ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે વૈભવ કે દિયાએ પોતાના સંબંધો અંગે કોઈ વાત કરી નહોતી. લૉકડાઉન દરમિયાન દિયા તથા વૈભવ વચ્ચે નિકટતા વધી હતી. ખરી રીતે તો દિયા પ્રેમી વૈભવના પાલી હિલ સ્થિત ઘરમાં લૉકડાઉન દરમિયાન સાથે રહી હતી. વૈભવ મુંબઈમાં બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે.

વૈભવના પણ બીજા લગ્ન

વૈભવે આ પહેલાં જાણીતી યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી પણ છે.

દિયાએ 2019માં ડિવોર્સ લીધા હતા

દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો