સેલેબ લાઈફ:ચાર મહિના બાદ હોસ્પિટલમાંથી ઘરે આવ્યો દિયાનો લાડકવાયો અવ્યાન, સો.મીડિયા પર ભાવુક પોસ્ટ લખી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇમોશનલ પોસ્ટમાં કહ્યું હતું કે 14 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો
  • પ્રીમેચ્યોર જન્મ્યો હોવાથી તેને NICUમાં રાખવો પડ્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ 14 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ તેને આ વાતની જાણકારી પોતાના ફેન્સને બે મહિના બાદ જુલાઈમાં આપી હતી. આ દરમિયાન દિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના દીકરા અવ્યાનની ઝલક બતાવી છે. જો કે, આ ઈમેજ એટલી સ્પષ્ટ નથી દેખાતી, કેમ કે તે એક સ્કેચ ઈમેજ છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાના દીકરાની સાથે તસવીર પોસ્ટ કરીને દિયા મિર્ઝાએ તેને નવી શરૂઆત જણાવી છે. પોસ્ટમાં દિયાએ જણાવ્યું કે, અવ્યાનને ચાર મહિના સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ તે પહેલી વખત તેને ઘરે લાવી છે. એક્ટ્રેસેનો દીકરો પ્રીમેચ્યોર જન્મ્યો હતો. દીયાના અનુસાર, અવ્યાનને ડૉક્ટરની દેખરેખમાં ચાર મહિના NICUમાં રાખવો પડ્યો હતો. તેને પોસ્ટ કરીને તમામ ડૉક્ટર્સ, નર્સ, સ્ટાફ અને તેના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે.

14 મે 2021ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો
પોસ્ટ શેર કરીને દિયા મિર્ઝાએ લખ્યું, અમારી કહાની હજી શરૂ થઈ છે. તે તમામ લોકોના આભારી છીએ જેમને અવ્યાનની સંભાળ રાખી છે. આ પોસ્ટમાં દિયા ઘણા બધા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. તસવીરમાં તે લોન્ગ ડ્રેસ અને ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે અને તેને અવ્યાનને પોતાના ગળે લગાડ્યો છે. બેકગ્રાઉન્ડમાં એક તરફ કેટલીક પુસ્તકો છે અને ફ્લાવર પ્લાન્ટ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિયાએ ફેબ્રુઆરીમાં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ દિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી. દિયાએ પોતાના દીકરાનું નામ અવ્યાન આઝાદ રેખી રાખ્યું છે. પ્રીમેચ્યોર ડિલિવરીના કારણે અવ્યાનને ICUમાં રાખવામાં આવ્યો હતો.

અગાઉ પણ દીકરાની તસવીરો પોસ્ટ કરી હતી
દિયાએ દીકરાની આંગળીઓ પકડી હોય એ તસવીર શેર કરી હતી. દિયાએ કહ્યું હતું કે દીકરો અવ્યાન પ્રીમેચ્યોર બેબી છે. તેનો જન્મ 4 મહિના પહેલાં થયો હતો અને ત્યારથી જ તે હોસ્પિટલના NICU (નિઑનટલ ઈન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થતાં અને બેક્ટરિયલ ઇન્ફેક્શનને કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જોકે સમયસર ડૉક્ટરની સમજણને કારણે તાત્કાલિક સી-સેક્શન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. દિયા દીકરાને ઘર લાવવા માટે આતુર છે અને તેણે કહ્યું હતું કે બહેન સમાયરા તથા ગ્રાન્ડ પેરન્ટ્સ તેને રમાડવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

દિયા તથા વૈભવ લગ્નમંડપમાં.
દિયા તથા વૈભવ લગ્નમંડપમાં.

દિયા અને વૈભવ બંનેના બીજા લગ્ન
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા. તો દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની દીકરીનું નામ સમાયરા છે.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. તેણે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ થોડા મહિનાઓ પહેલાં જ પૂરું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...