તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયાનું હનીમૂન:પતિ વૈભવ રેખી સાથે માલદીવ્સમાં હનીમૂન પર છે દિયા મિર્ઝા, એક્ટ્રેસે સાવકી દીકરી સાથે ફોટો શેર કર્યો તો ફેન્સે ઘણા વખાણ કર્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિયા અને વૈભવ બંનેના એકબીજા સાથે બીજા લગ્ન છે
  • દિયા મિર્ઝા અને બિઝનેસમેન વૈભવ રેખીએ 15 ફેબ્રુઆરીએ ટ્રેડિશનલ વેડિંગ કર્યાં હતા

એક્ટ્રેસ દિયા મિર્ઝા પતિ વૈભવ રેખી સાથે મૉલદિવ્સમાં હનીમૂન એન્જોય કરી રહી છે. તેની સાથે વૈભવની દીકરી સમાયરા પણ છે. તાજેતરમાં જ દિયાએ પોતાની સાવકી દીકરી સમાયરા સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. ફોટો પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારના રિએક્શન્સ આપી રહ્યા છે.

શેર કરેલા ફોટોમાં દિયા સમાયરા સાથે પોઝ આપી રહી છે. ફોટોમાં દિયાએ વ્હાઈટ ડ્રેસ અને કેપ પહેરી છે. તેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. તો સમાયરાએ બ્લેક પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. દિયાએ ફોટો ક્રેડિટ વૈભવને આપ્યું છે. આ ફોટો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ચાહકોએ દિયાના વખાણની વણજાર કરી
દિયાના ફેન્સ આ ફોટોને શેર અને લાઈક કરી રહ્યા છે. સાથે જ હનીમૂન પર સમાયરાને જોડે રાખવા પર તેના વખાણ પણ કરી રહ્યા છે. એક ફેને કમેન્ટમાં લખ્યું કે, તમારા જેવું કોઈ ન હોઈ શકે. આ પહેલાં દિયાએ બિકિનીમાં ફોટોઝ શેર કર્યા હતા. તે પણ ટોક ઓફ ધ ટાઉન બન્યા હતા.

દિયા અને વૈભવ બંનેના બીજા લગ્ન
પૂર્વ મિસ એશિયા પેસિફિક દિયા મિર્ઝા અને બિઝનેસમેન વૈભવ રેખીએ 15 ફેબ્રુઆરીએ ટ્રેડિશનલ વેડિંગ કર્યાં હતાં. દિયા અને વૈભવ બંનેના આ બીજા લગ્ન છે. 2014માં દિયાએ બિઝનેસ પાર્ટનર સાહિલ સંઘા જોડે લગ્ન કર્યા હતા. 2019માં તેઓ અલગ થયા હતા. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની દીકરીનું નામ સમાયરા છે.

લગ્ન બાદ વૈભવની એક્સ વાઈફનું રિએક્શન
વૈભવ રેખીની એક્સ વાઈફ સુનૈનાનું લગ્ન પર રિએક્શન પણ આવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કરીને પોતાના પૂર્વ પતિ માટે ખુશી વ્યક્ત કરી હતી. તેણે દિયા અને વૈભવને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે તેને એ વાતની ખુશી છે કે આ ખાસ અવસરે તેની દીકરી સમાયરાની પણ હાજરી હતી.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. હાલ તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'નું શૂટિંગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો