બોલિવૂડ એક્ટર બોબી દેઓલે સો.મીડિયામાં માતા પ્રકાશ કૌરની તસવીર શૅર કરી છે. બોબી દેઓલ ભાગ્યે જ માતાની તસવીર પોસ્ટ કરતો હોય છે. માતા-દીકરાની તસવીર જોઈને બોબી દેઓલના ચાહકો ખુશ થઈ ગયા છે.
બોબી દેઓલ પિંક પાઘડીમાં જોવા મળ્યો
શૅર કરેલી તસવીરમાં બોબી દેઓલ ગુલાબી પાઘડીમાં જોવા મળ્યો હતો. તેણે વ્હાઇટ પઠાની પહેરી છે. પ્રકાશ કૌર દીકરા સાથે વાત કરે છે. માનવામાં આવે છે કે આ તસવીરો બોબી દેઓલના શૂટિંગ સેટ પરની છે. આ તસવીરો શૅર કરીને બોબી દેઓલે કહ્યું હતું, 'લવ યુ મા...'
સેલેબ્સે કમેન્ટ કરી
બોબી દેઓલની આ તસવીર ચાહકો ને સેલેબ્સને ઘણી જ પસંદ આવી છે. ચંકી પાંડે, વિક્રાંત મેસી, દર્શન કુમાર, રાહુલ દેવ સહિતના સેલેબ્સ કમેન્ટમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.
અપકમિંગ પ્રોજેક્ટ
બોબી દેઓલે 1995માં ફિલ્મ 'બરસાત'થી કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં જ બોબી દેઓલની ફિલ્મ 'ગુપ્ત'ને 25 વર્ષ પૂરા થયા હતા. બોબી છેલ્લે 'લવ હોસ્ટેલ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા તથા વિક્રાંત મેસી હતી. બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' હિટ રહી છે. આ સિરીઝની ત્રણ સિઝન આવી ગઈ છે. બોબી દેઓલ હવે 'પેન્ટહાઉસ', 'અપને 2' તથા 'એનિમલ'માં જોવા મળશે. 'અપને 2'માં બોબી દેઓલ પિતા ધર્મેન્દ્ર, ભાઈ સની દેઓલ તથા ભત્રીજા કરન દેઓલ સાથે કામ કરશે. 'એનિમલ'માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના તથા અનિલ કપૂર છે.
1954મા ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યાં હતાં
1954માં ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં. ધર્મેન્દ્ર તથા પ્રકાશ કૌરને ચાર સંતાનો છે, જેમાં બે દીકરાઓ અજય સિંહ (સની), વિજય સિંહ (બોબી) તથા બે દીકરીઓ વિજેતા તથા અજેતા છે. 1980માં ધર્મેન્દ્રે પ્રથમ પત્ની પ્રકાશ કૌરને ડિવોર્સ આપ્યા વગર જ બોલિવૂડ એક્ટ્રેસ હેમામાલિની સાથે બીજા લગ્ન કર્યાં હતાં. જ્યારે ધર્મેન્દ્રે બીજા લગ્ન કર્યાં ત્યારે તેમના મોટા દીકરા સનીની ઉંમર 24 વર્ષની હતી (જ્યારે એની સાવકી માતા હેમા માલિનીની ઉંમર એ વખતે 32 વર્ષ હતી). હેમા-ધર્મેન્દ્રને બે દીકરીઓ એશા દેઓલ તથા આહના દેઓલ છે. ધર્મેન્દ્રની બંને પત્નીઓ એકબીજા સાથે વાત કરતી નથી અને પ્રથમ પત્નીનાં સંતાનોના પણ હેમા સાથે કોઈ સંબંધ નથી. જોકે, સની દેઓલ-બોબી દેઓલના સાવકી બહેનો એશા-આહના સાથે સંબંધો છે. ધર્મેન્દ્રને પ્રથમ તથા બીજી પત્નીનાં થઈ કુલ છ સંતાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.