તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભેચ્છા:ધર્મેન્દ્ર-હેમામાલિની ફરી નાના-નાની બન્યાં, નાની દીકરી આહનાએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો

મુંબઈ10 મહિનો પહેલા

84 વર્ષીય ધર્મેન્દ્ર ફરી એકવાર નાના બની ગયા છે. તેમની તથા હેમામાલિનીની નાની દીકરી આહનાએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો છે. શુક્રવાર 27 નવેમ્બરના રોજ આહનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી.

શું કહ્યું પોસ્ટમાં?

આહનાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'અમે અમારી જોડિયા દીકરીઓ એસ્ટ્રાયા તથા એડિયાના આગમનના સમાચાર આપીને ઘણી જ ખુશી અનુભવી રહ્યાં છીએ. 26 નવેમ્બર, 2020. પ્રાઉડ પેરેન્ટ્સ આહના તથા વૈભવ. એક્સાઈડેટ બ્રધર ડેરિયન વોરા. દાદા-દાદી વિપિન-પુષ્પા વોરા, નાના-નાની ધર્મેન્દ્ર-હેમામાલિની બહુ જ ખુશ થયા.'

આહનાએ 2014માં લગ્ન કર્યાં હતાં
લાઈમ-લાઈટથી દૂર રહેનાર આહનાએ 2014માં વૈભવ વોરા સાથે લગ્ન કર્યાં હતાં. વૈભવ દિલ્હી સ્થિત બિઝનેસમેન વિપિન વોરાનો દીકરો છે. વૈભવ પણ બિઝનેસમેન છે. આહના તથા વૈભવ 2015માં દીકરા ડેરિયનના પેરેન્ટ્સ બન્યાં હતાં.

માત્ર એક ફિલ્મમાં કામ કર્યું
આહનાએ 2010માં રિલીઝ થયેલી રીતિક-ઐશ્વર્યાની ફિલ્મ 'ગુઝારિશ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટ કરી હતી. આ સિવાય આહનાએ એક પણ ફિલ્મમાં કામ કર્યું નથી.

ધર્મેન્દ્ર-હેમાને બે દીકરીઓ
ધર્મેન્દ્ર તથા હેમાને બે દીકરીઓ છે. મોટી દીકરી એશા દેઓલ તથા નાની દીકરી આહના. એશા દેઓલે 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યાં હતાં. એશાએ 2017માં દીકરી રાધ્યા તથા 2019માં દીકરી મિરાયાને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...