સાઉથ એક્ટર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત અલગ થઈ ગયાં છે ત્યારથી બંને હૈદરાબાદમાં છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ધનુષ અને ઐશ્વર્યા હૈદરાબાદની એક હોટલમાં સાથે રોકાયાં છે. કપલે લગ્નનાં 18 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમને આ જાણકારી સોશિયલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ શેર કરીને આપી હતી.
સિતારા હોટલમાં રોકાયાં છે ધનુષ-ઐશ્વર્યા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટના અનુસાર, ધનુષ અને ઐશ્વર્યા હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોના સિતારા હોટલમાં રોકાયા છે. આ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહેલા સ્ટાર્સ સિતારા હોટલમાં જ રોકાયાં છે. અહીં બંને અલગ અલગ પોતાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. ધનુષ પોતાની અપકમિંગ ફિલ્મ પર કામ કરી રહ્યો છે તેમજ ઐશ્વર્યા ટિપ્સ અને પ્રેરણા અરોરા માટે એક લવ સોન્ગ ડાયરેક્ટ કરવાની તૈયારી કરી રહી છે. તેનું શૂટિંગ 25 જાન્યુઆરીથી રામોજી રાવ સ્ટુડિયોમાં શરૂ થશે. આ ગીત વેલેન્ટાઈન વીકમાં રિલીઝ કરવામાં આવશે.
ધનુષ-ઐશ્વર્યાનું સ્ટેટમેન્ટ
કપલે છૂટાછેડાને લઈને સો.મીડિયામાં કહ્યું હતું, 'અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરન્ટ્સ તથા એકબીજાના શુભ ચિંતક બનીને ગ્રોથ, સમજદારી તથા પાર્ટનરશિપની લાંબી મંજિલ કાપી છે. આજે અમે જ્યાં ઊભાં છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ છે. મેં તથા ઐશ્વર્યાએ કપલ તરીકે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે પોતાની જાતને સારી રીતે સમજવા માટે સમય આપવા માગીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખો.'
કેમ બંને અલગ થયાં?
સાઉથમાં થતી ચર્ચા પ્રમાણે, ધનુષનું નામ અવારનવાર કો-એક્ટ્રેસિસ સાથે જોડાતું હતું. સાઉથ એક્ટ્રેસ અમલા પૉલ, શ્રુતિ હાસન તથા તૃષા કૃષ્ણન સાથે ધનુષનું નામ જોડાઈ ચૂક્યું હતું. તૃષા તથા ધનુષ સારા મિત્રો છે. ધનુષનું નામ સતત કોઈ ને કોઈ સાથે જોડાતાં ઐશ્વર્યા ઘણી જ સ્ટ્રેસમાં રહેતી અને બંને વચ્ચે આ મુદ્દે તણાવ રહેતો. જોકે ધનુષે પોતાના અફેર્સ અંગે ક્યારેય વાત કરી નહોતી અને એ સમયે એમ જ માનવામાં આવતું કે આ બધી અફવા છે.
ઐશ્વર્યાને સાઉથમાં કામ નહોતું મળ્યું
રજનીકાંતની દીકરી હોવા છતાં ઐશ્વર્યાને સાઉથ સિનેમામાં કામ મળતું નહોતું. છેલ્લાં ત્રણ વર્ષથી તેની પાસે કોઈ કામ નહોતું. ઐશ્વર્યાએ ફિલ્મ '3'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મના ગીત 'કોલાવારી ડી..' હિટ રહ્યું હતું. આ ગીત ધનુષે ગાયું હતું. આ ગીત તો સફળ રહ્યું, પરંતુ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી. સાઉથ સિનેમાને પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે. અહીં હિરોઈન તરીકે ચાન્સ મળે છે, પરંતુ મહિલાઓને ડિરેક્શનમાં તક મળતી નથી. આ જ કારણે ઐશ્વર્યાને પહેલી ફિલ્મ બાદ શોર્ટ ફિલ્મ તથા ડોક્યુમેન્ટરી મળી હતી. જોકે એમાં પણ ખાસ સફળતા મળી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.