સાઉથ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર ધનુષ તથા ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાની જાહેરાત કરતાં ચાહકોને નવાઈમાં મુકી દીધાં હતાં. ધનુષ તથા ઐશ્વર્યાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે વાત કરી હતી. ધનુષ તથા ઐશ્વર્યા વર્ષે કરોડોની કમાણી કરે છે.
ધનુષની કમાણી કેટલી?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ધનુષે વર્ષ 2020માં 145 કરોડની અને 2021માં 160 કરોડની કમાણી કરી હતી. ધનુષ એક ફિલ્મ માટે સાતથી આઠ કરોડ રૂપિયા લે છે. છેલ્લાં પાંચ વર્ષથી ધનુષની નેટવર્થમાં 2 મિલિયન ડૉલરનો વધારો થઈ રહ્યો છે. ધનુષ ફિલ્મ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ કમાણી કરે છે.
રિયલ એસ્ટેટમાં રોકાણ
ધનુષ ચેન્નઈના પોશ વિસ્તારમાં પત્ની ઐશ્વર્યા તથા બે દીકરાઓ સાથે રહેતો હતો. આ બંગલાની કિંમત અંદાજે 20-25 કરોડની આસપાસ હોવાની ચર્ચા છે. ધનુષે વિવિધ જગ્યાએ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે.
કમાણીમાં ઐશ્વર્યા પણ પાછળ નથી
ઐશ્વર્યાની વાત કરીએ તો તો પણ વર્ષ 7થી 35 કરોડની કમાણી કરે છે. ઐશ્વર્યા ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર છે.
ધનુષ 'કોલાવારી ડી'થી દેશભરમાં લોકપ્રિય થયો
ધનુષ ફિલ્મ '3'ના ગીત 'કોલાવારી ડી'થી દેશભરમાં લોકપ્રિય થયો હતો. આ ગીત ઘણું જ વાઇરલ થયું હતું. આ ગીત ધનુષે ગાયું હતું. આ ફિલ્મથી ઐશ્વર્યા રજનીકાંતે ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ધનુષ એક્ટર હોવા ઉપરાંત ડિરેક્ટર, પ્લેબેક સિંગર, પ્રોડ્યૂસર, સ્ક્રિનરાઇટર તથા ગીતકાર પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.