તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર:કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ છતાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'મિશન મજનૂ' અધવચ્ચે છોડી, લખનઉમાં 8-10 દિવસનું શૂટિંગ બાકી

મુંબઈએક મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

બોલિવૂડમાં સતત કોરોનાનું જોખમ વધી રહ્યું છે. છેલ્લાં થોડાં દિવસમાં ઘણાં સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવ્યા છે. સેલેબ્સ પોઝિટિવ થવાને કારણે ઘણી ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું છે. અત્યાર સુધી 'ભૂલ ભુલૈયા 2', 'અમરીકી પંડિત', 'જાનવર' સહિતની ફિલ્મના શૂટિંગ સ્થગિત થઈ ગયા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ 'મિશન મજનૂ'નું શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું છે. તે છેલ્લાં ઘણાં સમયથી લખનઉ તથા આસપાસના વિસ્તારમાં શૂટિંગ કરતો હતો.

ફિલ્મના સેટ પર હાજર રહેલાં લોકોએ કહ્યું હતું કે શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ તેણે કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં સિદ્ધાર્થે હાલ પૂરતું શૂટિંગ અટકાવી દીધું છે અને તે મુંબઈ આવી ગયો છે. સંજય લીલા ભણસાલી પોઝિટિવ હોવા છતાં 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ અટક્યું નહોતું.

લખનઉમાં 8-10 દિવસનું શૂટિંગ બાકી
પ્રોડક્શન ટીમે સિદ્ધાર્થ મુંબઈ પરત ફર્યો હોવાની જાણ કરી હતી. સિદ્ધાર્થની તબિયત સારી નથી. આથી જ તે મુંબઈ આવી ગયો છે. જોકે, તેનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ છે. હવે સેટના અન્ય કલાકારો શૂટિંગ કરી રહ્યાં છે. લખનઉમાં તમામે 8-10 દિવસ સુધી શૂટિંગ કરવાનું હતું.

આગ્રામાં એક્શન સીક્વન્સ શૂટ થવાની હતી
લખનઉ પછી ફિલ્મની એક મહત્ત્વની સીક્વન્સ આગ્રામાં શૂટ થવાની હતી. મસ્જિદ તથા ટ્રેનના બેકડ્રોપમાં ફાઈટ સીન શૂટ કરવાનો હતો. અંદાજે 100-125 જુનિયર આર્ટિસ્ટ તથા સ્ટંટ આર્ટિસ્ટ સાથે તે સીન તૈયાર કરવામાં આવ્યો હતો. મુંબઈ જતાં પહેલાં સિદ્ધાર્થે લખનઉમાં રી-ક્રિએટેડ પાકિસ્તાનના હિસ્સાનું શૂટિંગ કરતો હતો. છેલ્લી ફાઈટ સીન માટે લખનઉના ઈન્દિરા ગાંધી ઉદ્યાનમાં પાકિસ્તાન એરપોર્ટ રીક્રિએટ કરવામાં આવ્યું હતું. તે સીન પાંચ દિવસ સુધી શૂટ થયો હતો.

ફિલ્મમાં ઝુલ્ફિકાર તથા ઝિયાઉલના પાત્રો જોવા મળશે
સૂત્રોના મતે, પાકિસ્તાની કાઉન્ટર પાર્ટ બતાવવા માટે કાસ્ટિંગ પણ બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઝુલ્ફિકાર અલી ભુટ્ટો તથા ઝિયાઉલ હકના પાત્રો પણ જોવા મળશે. ઈન્દિરા ગાંધીનું પાત્ર પણ છે. ઝુલ્ફિકારનું પાત્ર શ્રીનગરના અશ્વથ ભટ્ટ પ્લે કરે છે. રશ્મિકા મંદાના આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. તે પાકિસ્તાની યુવતીના રોલમાં છે. સિદ્ધાર્થ પાકિસ્તાનમાં તારીખના નામથી રહે છે અને ભારતમાં તેનું નામ રઘુવેન્દ્ર સિંહ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો