સેલેબ્સને કોરોના:સ્વરા ભાસ્કર, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ પોઝિટિવ, સંગીતકાર વિશાલ દદલાણી પણ કોરોનાની ઝપેટમાં

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વરાના પરિવારને પણ કોરોના થયો છે
  • નોરા ફતેહીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

બોલિવૂડ અભિનેત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી એક્ટ્રેસ જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. સ્વરા પોતાના પરિવારની સાથે ઘરમાં આઈસોલેટ થઈ ગઈ છે અને આશા છે કે તે જલ્દી સાજી થઈ જશે કેમ કે તેને વેક્સિનના બંને ડોઝ લીધા હતા. તેણે બધા લોકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની અપીલ પણ કરી છે. સ્વરા ભાસ્કરનું ટ્વીટ જોઈને ચાહકો સતત તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

સ્વરાએ કહ્યું કે, `હેલો કોવિડ, મને હમણાં જ મારો RTPCR રિપોર્ટ મળ્યો છે અને હું કોવિડ પોઝિટિવ છું. મારી જાતને મેં ક્વોરન્ટાઈન કરી દીધી છે. લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને સ્વાદ ન આવવાનો સમાવેશ થાય છે. મેં વેક્સિનનાં બંને ડોઝ લીધા છે તેથી આશા છે કે હું જલ્દીથી સાજી થઈ જઈશ. પરિવારના લોકોની આભારી છું અને ઘરે છું. તમે લોકો પણ સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.`

સ્વરાનો પરિવાર પણ આઈસોલેટ
સ્વરાએ જણાવ્યું હતું કે તેને 5 જાન્યુઆરીએ લક્ષણો અનુભવાયા હતા અને તે પછી તેણે પોતાનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેનો પરિવાર પણ આઈસોલેટ છે કારણ કે તેમનામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. તેણે કહ્યું કે છેલ્લા થોડા દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો પણ કોવિડનો ટેસ્ટ કરાવી લે.

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક દિવસોમાં શરદ મલ્હોત્રા, શિખા સિંહ, વરુણ સૂદ, એકતા કપૂર, જ્હોન અબ્રાહમ, સોનુ નિગમ, નકુલ મહેતા, સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર વગેરે સ્ટાર્સને કોરોના થયો છે.

હોલિવૂડના એક્ટર જેમ્સ કાર્ડન કોવિડ પોઝિટિવ
એક્ટર અને કોમેડિયન જેમ્સ કાર્ડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ વાતની જાણકારી આપતા તેને સીબીએસ પ્રોગ્રામ “ધ લેટ લેટ શો”ના ટેપિંગને થોડા દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે.

કાર્ડને ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં જાણકારી આપતા કહ્યું તે, “હમણાં જ મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં વેક્સિન લીધી હતી તેમજ બૂસ્ટર ડોઝ પણ લીધો હતો તેથી હું એ કહેવા માટે ભાગ્યશાળી છું કે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ મહેસૂસ કરી રહ્યો છું. આ શો થોડા દિવસો સુધી ઓફ એર રહેશે. બધા સુરક્ષિત રહો. બધાને મારો પ્રેમ, જેમ્સ એક્સ.

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ કોરોનાની ઝપેટમાં
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી મહેશ બાબુએ જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. જેમાં લખ્યું છે, તમામ જરૂરી સાવચેતી રાખી હોવા છતાં મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. મેં મારી જાતને ઘરે જ હોમ ક્વોરન્ટાઈન કરી છે અને તમામ મેડિકલ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો છું. હું તે તમામ લોકોને ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરું છું જેઓ છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હતા. જો કે, મહેશના પરિવારનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ આવવાનો બાકી છે. તાજેતરમાં મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરની બહેન અને એક્ટ્રેસ શિલ્પા શિરોડકર પણ કોરોના પોઝિટિવ હતી.

બોલિવૂડ મ્યૂઝિસિયન વિશાલ દદલાણી સંક્રમિત થયો
બોલિવૂડના સીંગર અને મ્યૂઝિસિયન વિશાલ દદલાણીનો શુક્રવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેને પોતાની ટેસ્ટ કિટનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું છે, છેલ્લા 10માં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે લોકો માટે આ ટેસ્ટ જરૂરી છે. કેમ કે તમામ સાવચેતી રાખી હોવા છતાં મારો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

વિશાલે જણાવ્યું કે, તે જાતે આઈસોલેટ થઈ ગયો છે અને તેને કોરોનાનાં હળવા લક્ષણ છે. શૂટિંગ વખતે તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું, હું કોઈને માસ્ક વગર મળ્યો પણ નથી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મેં કોઈ ખરાબ વસ્તુનો સ્પર્શ પણ નથી કર્યો. તેને વધુમાં જણાવ્યું કે મારા લક્ષણ હળવા છે. કૃપા કરીને સાવધાની રાખો.

કુબ્રા સૈતને કોરોના થયો
સ્વરા ભાસ્કર પછી હવે હાલમાં એક્ટ્રેસ કુબ્રા સૈતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી કુબ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. પોસ્ટમાં કુબ્રાએ લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, મને હળવા લક્ષણો છે. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પણ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લે. હું સ્વસ્છ છું અને ઘરે ક્વોરન્ટાઈન છું. આરામ કરી રહી છું અને ટીવી જોતી રહું છું. મનને શાંત રાખો, વધારે પ્રવાહી લો અને 5-7 દિવસમાં આપણે બાય ઓમિક્રોન કહી શકીએ છીએ.

નોરા ફતેહીનો રિપોર્ટ નેગેટિવ

નોરા ફતેહીએ કહ્યું, હેલ્લો મિત્રો, અંતે મારો રિપોર્ટ નેગેટિવ આવી ગયો. તમારી પ્રાર્થના માટે આભાર. મારા માટે ઘણો જ મુશ્કેલ સમય રહ્યો. હું ટૂંક સમયમાં કામ પર પરત ફરીશ. તે પહેલાં મારે મારી સ્ટ્રેન્થ તથા એનર્જી પાછી લાવવી પડશે. આ નવા વર્ષમાં હું સ્ટ્રોંગ રહીને કામ કરવા માગું છું. તમે તમામ લોકો સલામત રહો.