'દૃશ્યમ 2'ની કમાણીમાં સતત વધારો:વર્કિંગ ડે હોવા છતાં અજય દેવગનની ફિલ્મે ચોથા દિવસે 12 કરોડનો વકરો કર્યો

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ 2'નું કલેક્શન વધતું જાય છે. વર્કિંગ ડે હોવા છતાંય સોમવાર, 21 નવેમ્બરના રોજ ફિલ્મે 11.87 કરોડનો વકરો કર્યો હતો. ચાર દિવસમાં ફિલ્મે 76 કરોડથી વધુની કમાણી કરી છે. બોલિવૂડ માટે આ વર્ષ સામાન્ય રહ્યું છે. ગણીગાંઠી ફિલ્મ જ ઓડિયન્સને પસંદ આવી છે. અજય દેવગનની ફિલ્મ 'દૃશ્યમ 2' બીજું સૌથી બેસ્ટ ઓપનિંગ વીકેન્ડ હાંસિલ કર્યું છે. અજયની આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થઈ હતી.

ચાર દિવસમાં કેટલી કમાણી કરી?
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સો.મીડિયામાં ફિલ્મના કલેક્શન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'દૃશ્યમ 2' શાનદાર રીતે કમાણી કરી રહી છે. ચોથા દિવસે પણ સારો બિઝનેસ કર્યો. હવે 100 કરોડ પર નજર છે. શુક્રવાર 15.38 કરોડ, શનિવાર 21.59 કરોડ, રવિવાર 27.17 કરોડ, સોમવાર 11.87 કરોડ, ટોટલ 76.01 કરોડ.

2002માં ઓપનિંગ વીકેન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
આ વર્ષે જેટલી પણ હિંદી ફિલ્મ રિલીઝ થઈ છે તે તમામમાં વીકેન્ડમાં સૌથી વધુ કલેક્શન 'બ્રહ્માસ્ત્ર'એ કર્યું હતું. ફિલ્મે ત્રણ દિવસમાં 111 કરોડનો બિઝનેસ કર્યો હતો. હવે 64 કરોડના કલેક્શન સાથે 'દૃશ્યમ 2' બીજા સ્થાને છે. 'ભૂલ ભુલૈયા 2' 56 કરોડ સાથે ત્રીજા નંબરે છે. ચોથા તથા પાંચમા નંબરે અનુક્રમે 'સમ્રાટ પૃથ્વીરાજ' તથા 'ગંગુબાઈ કાઠિયાવાડી' છે.

'દૃશ્યમ 2' 2022ની બીજી બિગ ઓપનર બની
અજય દેવગનની આ ફિલ્મ વર્ષ 2022ની બીજી સૌથી બિગ ઓપનર ફિલ્મ બની છે. ફિલ્મે પહેલા દિવસે 15.38 કરોડનું કલેક્શન કર્યું છે. 'બ્રહ્માસ્ત્ર'એ 37 કરોડનો વકરો કર્યો હતો.

ત્રણ દિવસમાં જ ફિલ્મે બજેટ કાઢ્યું
અભિષેક પાઠકના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગન, તબુ, શ્રિયા સરણ તથા અક્ષય ખન્ના લીડ રોલમાં છે. ફિલ્મના પહેલા ભાગને નિશિકાંત કામતે ડિરેક્ટ ક્યો હતો. જોકે, તેમનું અવસાન થતાં બીજા ભાગને કુમાર મંગત પાઠકના દીકરા અભિષેકે ફિલ્મને ડિરેક્ટ કરી છે. 60 કરોડમાં બનેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં જ 64 કરોડનો બિઝનેસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...