તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વચ્ચે ડિજિટલ કન્ટેન્ટની ડિમાન્ડ વધી:સ્ક્રિપ્ટ રાઈટર્સનું કામ બેગણું વધ્યું, પેમેન્ટમાં મોડું થઈ રહ્યું છે

મુંબઈ9 દિવસ પહેલાલેખક: મનીષા ભલ્લા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં ફિલ્મના શૂટિંગ તથા રિલીઝ પોસ્ટપોન થાય છે, પરંતુ સ્ક્રિપ્ટ રાઈટર્સની પાસે કામનો ઢગલો છે. અનેક રાઈટર્સ પાસે બેગણું કામ છે. 'હામિદ' તથા 'પીપા' જેવી ફિલ્મના રાઈટર રવિંદર રંધાવાએ હાલમાં જ એમેઝોન માટે એક શો લખ્યો છે. તેમણે કહ્યું હતું, 'કામ હોવું અને પૈસા મળવા બંને અલગ છે. પેમેન્ટમાં મોડું થાય છે, પરંતુ કામ બહુ છે.' 'ગુલ્લક2'ના સ્ક્રિપ્ટ રાઈટર દુર્ગેશ સિંહે કહ્યું હતું કે કોરોના બાદ કામમાં વધારો થયો છે. તે રેડ ચિલીઝ માટે શો લખે છે. દુર્ગેશ 'પંચાયત'ની બીજી સિઝન લખે છે.

'રાઈટર એક વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે'
રવિંદર રંધાવાએ કહ્યું હતું કે રાઈટર વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. લોકો મલ્ટીપલ પ્રોજેક્ટ કરે છે, જેથી પેમેન્ટની સાઈકલ બની રહે. આ દરમિયાન ચર્ચા છે કે દૃશ્યમ પ્રોડક્શન હાઉસ OTT પ્લેટફોર્મ લૉન્ચ કરવાનું છે. તેના ત્રણ મોટા પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે.

OTT પર ઓરિજિનલ કન્ટેન્ટની ડિમાન્ડ બેગણી થશે
હાલમાં ફિક્કીના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટના રિપોર્ટના પ્રમાણે, 2023માં OTT પર ઓરિજિનલ કન્ટેન્ટની ડિમાન્ડ ડબલ થશે. 2020માં નેટફ્લિક્સમાં નોન ફિક્શન કન્ટેન્ટમાં 250, ડોક્યુમેન્ટ્રીમાં 100, ફિક્શનમાં 370, કિડ્સ ટાઈટલમાં 100 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો હતો. 2020માં ભારત નેટફ્લિક્સમાં સૌથી વધુ ફિલ્મ જોનારો દેશ બન્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એમેઝોન પ્રાઈમ માટે સારી તકો પૂરી પાડી રહ્યું છે. ભારતના 4300 શહેર-નગરોમાં એમેઝોન પ્રાઈમ જોવામાં આવે છે.

ફિલ્મ રિલીઝ થાય, જેથી અટકેલા પૈસા પરત મળે
'આશ્રમ' વેબ સિરીઝના લેખક સંજય માસૂમે કહ્યું હતું કે ફિલ્મ તથા વેબ સિરીઝ લખવાનું કામ પહેલાંની જેમ જ ચાલે છે. તો 'રક્તાંચલ'ની સેકન્ડ સિઝન લખે છે અને એક ફિલ્મની પણ ઓફર થઈ હતી. લેખક, ડિરેક્ટર તથા એક્ટર સ્વાનંદ કિરકિરે કહ્યું હતું, 'OTTને કારણે લેખકને કામ મળે છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મ રિલીઝ થાય, જેને કારણે ફસાયેલા પૈસા પરત મળી શકે. OTT પર ફિલ્મ જોવાની આદત ના પડી જાય.'

OTT પર બિગ ફિલ્મ રિલીઝ થઈ શકે છે
કોરોનાની બીજી લહેરને કારણે ફરી એકવાર થિયેટર મુશ્કેલીમાં મૂકાયા છે. માર્ચનો અંત તથા એપ્રિલની શરૂઆતનો સમયે થિયેટર માટે બેસ્ટ માનવામાં આવે છે. જોકે, કોરોનાને કારણે સ્થિતિ બગડી છે. OTT પર બિગ ફિલ્મ રિલીઝ થશે, તેમ માનવામાં આવે છે. 'સૂર્યવંશી' 30 એપ્રિલે રિલીઝ થવાની છે. જોકે, હવે ફિલ્મ રિલીઝ થશે કે નહીં તે આશંકા છે. ફિલ્મ OTT પર રિલીઝ થાય તેવી શક્યતા છે. 'હાથી મેરે સાથી' તથા 'ચેહરે' પણ અનિશ્ચિત સમય માટે પોસ્ટપોન કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો