ક્રૂરતાની સજા:દિલ્હી પોલીસે રખડતા શ્વાનને અંતિમ શ્વાસ સુધી પીટનારા આરોપીની ધરપકડ કરી, જ્હોન અબ્રાહમ અને પૂજા ભટ્ટે આભાર વ્યક્ત કર્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મામલે ઓખલા ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે
  • નિર્દોષ શ્વાનને દંડાથી મારતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો

રખડતા શ્વાનને ક્રૂરતાથી મારીને મોતને ઘાટ ઉતારવા મામલે દિલ્હી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો શ્વાનને ડંડાથી મારતો વીડિયો વાઈરલ થયો હતો. દિલ્હી પોલીસે આરોપીને શોધીને તેની ધરપકડ કરી છે. એ પછી બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ અને એક્ટ્રેસ પૂજા ભટ્ટે DCP સાઉથ ઈસ્ટ દિલ્હી અને તેની ટીમનો આભાર માન્યો છે અને પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ પાસે પશુ ક્રૂરતા વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે અપીલ કરી.

ઓખલા ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે
સાઉથ ઈસ્ટ દિલ્હીના DCP આર. પી મીણાએ ગુરુવારે કહ્યું કે, નિર્દોષ શ્વાનને ક્રૂરતાથી મારવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે પીપલ ફોર એનિમલ્સના એનિમલ વેલ્ફેર ઓફિસર ગૌરવ ગુપ્તાની ફરિયાદ પર ઓખલા ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો હતો.

જ્હોને DCP સાઉથ ઈસ્ટ દિલ્હી અને તેની ટીમનો આભાર માન્યો
જ્હોને સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, DCP સાઉથ ઈસ્ટ દિલ્હી અને તમારી ટીમનો આભાર. અમને તમારા જેવા વધારે ઓફિસર્સ જોઈએ છે જેઓ પ્રાણીઓ પર થતી ક્રૂરતા વિરુદ્ધ આગળ આવે. આપણે કડક કાયદો લાગુ કરવો જોઈએ. હું બ્લુ ક્રોસ ઓફ ઈન્ડિયા, પીએમઓ ઈન્ડિયા અને અન્ય લોકોને અપીલ કરું છું કે આ લડાઈમાં એક થઈને ઊભા રહે. આવી હિંસા કોઈ રીતે સહન થાય તેમ નથી. આ ક્રૂરતા વિરુદ્ધ અવાજ ઉઠાવો.

પૂજા ભટ્ટે દિલ્હી પોલીસને થેંક્યું કહ્યું
પૂજાએ પણ શુક્રવારે દિલ્હી પોલીસને આરોપો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બદલ થેંક્યું કહ્યું. પોસ્ટમાં લખ્યું, ઝડપી એક્શન લેવા માટે આભાર. પશુઓની સુરક્ષા અને તેમની પ્રત્યે દયા દાખવનારા માટે આ મદદગાર સાબિત થશે. આ ઘણું જરૂરી હતું. તમારું કામ વખાણલાયક છે.

અન્ય સમાચારો પણ છે...