તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Delhi High Court Seeks Reply From NBA On Rakul Preet's Plea, Broadcaster Association To Present Its Case In 3 Weeks After Questioning 10 News Channels

રકુલને રાહત મળશે!:રકુલ પ્રીતની અરજી પર દિલ્હી હાઈકોર્ટે NBA પાસે જવાબ માગ્યો, 10 ન્યૂઝ ચેનલની પૂછપરછ કરી 3 અઠવાડિયામાં બ્રોડકાસ્ટર એસોસિયેશન પોતાનો પક્ષ રજૂ કરશે

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રકુલ પ્રીત સિંહે ગયા મહિને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસમાં રકુલે પોતાની વિરુદ્ધ ચાલતી મીડિયા ટ્રાયલ અટકાવવાની માગણી કરી હતી. ત્યારબાદ નેશનલ બ્રોડકાસ્ટર એસોસિયેશન (NBA)એ દિલ્હી હાઈકોર્ટમાં આ કેસમાં પોતાનો જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો છે.

NBAએ પોતાનો પક્ષ રજૂ કરવા સમય માગ્યો
રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ તપાસમાં રકુલ પ્રીત સિંહનું નામ સામે આવ્યું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રકુલની 25 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરી હતી. NBAએ કહ્યું છે કે તેમને 21 દિવસનો સમય જોઈએ, જેથી તેઓ 10 ન્યૂઝ ચેનલની પૂછપરછ કરીને આ કેસમાં માહિતી ભેગી કરી શકે. દિલ્હી હાઈકોર્ટે બ્રોડકાસ્ટ સ્ટાન્ડર્ડ અથોરિટીને પણ બે અઠવાડિયાની અંદર આ કેસમાં જવાબ આપવાનું કહ્યું છે.

મીડિયા પર હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો હતો
રકુલે પોતાની અરજીમાં એ પણ કહ્યું હતું કે રિયાએ તેનું તથા સારા અલી ખાનનું નામ ત્યારે લીધું હતું, જ્યારે તે એક શૂટમાં હતી. કોર્ટે કેન્દ્ર સરકાર, પ્રસાર ભારતી, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, નેશનલ બ્રોડકાસ્ટર એસોસિયેશન તથા માહિતી-પ્રસારણ મંત્રાલયને નોટિસ આપી છે. રકુલના વકીલે કહ્યું હતું કે મીડિયા તેમની ક્લાયન્ટને 'હેરાન' કરી રહ્યું છે.

11 ડિસેમ્બરે આગામી સુનાવણી
રકુલ પ્રીત સિંહના વકીલે કહ્યું હતું કે માહિતી તથા પ્રસારણ મંત્રાલયે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આ પહેલાની સુનાવણીમાં તેમને કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રેસ કાઉન્સિલની પોતાની એક એડવાઈઝરી છે. આ એડવાઈઝરીનું પાલન કરવામાં આવતું નથી. આ દરમિયાન રકુલ પ્રીત સિંહના વકીલને પણ કોર્ટમાં એફિડેવિટ કરવાનું કહેવામાં આવ્યું છે. આગામી સુનાવણી 11 ડિસેમ્બરના રોજ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો