તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંત પર બનતી 4 ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ:દિલ્હી હાઈકોર્ટે સુશાંતના પિતાની અરજી રદ્દ કરી, વકીલે પરિવારની છબિ ખરાબ થવાની દલીલ કરી હતી

મુંબઈ4 દિવસ પહેલા
  • અરજીમાં સુશાંતના પિતા કેકે સિંહે કહ્યું હતું કે ફિલ્મમાં દીકરાના નામનો ઉપયોગ ના કરવામાં આવે

દિલ્હી હાઇકોર્ટે ગુરુવાર, 10 જૂનના રોજ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાની એ અરજીને રદ્દ કરી દીધી હતી, જેમાં તેમણે સુશાંતના જીવન પર બનનારી ચાર ફિલ્મના નિર્માણ તથા રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. આ ફિલ્મમાં 'ન્યાયઃ ધ જસ્ટિસ', 'સુસાઈડ ઓર મર્ડરઃ અ સ્ટાર વોઝ લોસ્ટ', 'શશાંક' તથા અન્ય એક ફિલ્મ સામેલ છે. અરજીમાં સુશાંતના પિતા કૃષ્ણ કિશોર સિંહે ફિલ્મમાં તેમના દીકરા કે તેને મળતા આવા પાત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી.

પહેલી ફિલ્મ 11 જૂને રિલીઝ થશે
સુશાંતના જીવન પર બનેલી પહેલી ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ' 11 જૂને રિલીઝ થશે. આ ફિલ્મ પર પ્રતિબંધની માગણી કરતાં કેકે સિંહે દલીલ કરી હતી કે તેમના દીકરાનું નામ અથવા તેની પસંદને પ્રસ્તાવિત ફિલ્મમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. ફિલ્મ પ્રોડ્યૂસર સ્થિતિનો લાભ ઉઠાવવા માટે આ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ પ્રકારની ફિલ્મ, વેબ સિરીઝ, પુસ્તકો કે ઇન્ટરવ્યૂ પ્રકાશિત થઈ શકે છે, જે તેમના દીકરા તથા તેમના પરિવારની ઈમેજને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે 2 કરોડ રૂપિયાના વળતરની ફિલ્મ પ્રોડ્યૂસર પાસે માગણી કરી હતી.

ફિલ્મ પ્રોડ્યૂસરનો કોર્ટમાં તર્ક
ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ'ના ડિરેક્ટરના વકીલ ચંદર લાલની દલીલ હતી કે આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના નામ અથવા તેની પસંદને સામેલ કરવામાં આવ્યા નથી. આ સુશાંતની બાયોપિક નથી. કોઈને ફિલ્મ બનાવતા અટકાવી શકાય નહીં. અભિવ્યક્તિની આઝાદી બંધારણમાં છે. સુશાંત એક સેલિબ્રિટી હતો અને લોકો જાણવા માગે છે કે તેની સાથે શું થયું છે. આટલું જ નહીં ફિલ્મની રિલીઝની મોટાપાયે જાહેરાત કરવામાં આવી છે.

એક વર્ષ બાદ પણ સુશાંતનું મોત રહસ્ય
14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ ગણીને તપાસ શરૂ કરી હતી. જોકે, પછી આ કેસની તપાસ CBI, NCB અને ED કરી રહ્યાં છે. એક વર્ષ બાદ પણ હજી સુધી સ્પષ્ટ થયું નથી કે સુશાંતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી. જોકે, અત્યાર સુધી મળેલા પુરાવા તો આત્મહત્યાની થિયરી તરફ ઈશારો કરે છે.

સુશાંતના મોત બાદ તેના પિતાએ એક્ટ્રેસ રિયા તથા તેના પરિવાર પર 15 કરોડની હેરાફેરીનો આક્ષેપ મૂકીને પોલીસ ફરિયાદ કરી હતી. ડ્રગ્સ એંગલમાં NCBએ અત્યાર સુધી 40થી વધુ લોકોની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...