મસ્તી ભારે પડી:હાઈકોર્ટમાં જૂહી ચાવલાની અરજી પર ઓનલાઈન સુનાવણી શરૂ થતાં જ વ્યક્તિ ગાવા લાગ્યો, 'ઘૂંઘટ કી આડ સે દિલબર કા...'

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂહી ચાવલા ઘણીવાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનનો વિરોધ કરી લોકોને જાગ્રત કરતી રહે છે - Divya Bhaskar
જૂહી ચાવલા ઘણીવાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનનો વિરોધ કરી લોકોને જાગ્રત કરતી રહે છે
  • કોર્ટે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો
  • સુનાવણી અધવચ્ચે અટકાવવી પડી, વ્યક્તિએ ત્રણવાર ગીત ગાયું
  • વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ગીત ગાવા લાગ્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ દેશભરમાં 5G વાયરલેસ નેટવર્ક વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અંગે આજે એટલે કે 2 જૂનના રોજ ઓનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. જોકે, ચાલુ સુનાવણી દરમિયાન ત્રણવાર કોઈક વ્યક્તિએ ગીત ગાયું હતું. આ સુનાવણીમાં જૂહી ચાવલા પણ સામેલ થઈ હતી. જૂહી જ્યારે આ સુનાવણીમાં સામેલ થઈ ત્યારે કોઈએ તેની ફિલ્મના ગીતો ગાવાના શરૂ કર્યા હતા.

ત્રણ-ત્રણવાર ગીત ગાયા
સુનાવણી શરૂ થતાં જ તે વ્યક્તિ જૂહી ચાવલાને શોધવા લાગ્યો હતો. સુનાવણી દરમિયાન અવાજ આવ્યો હતો, 'ક્યાં છો જૂહી મેડમ, ક્યાં છો, દેખાતા નથી, ક્યાં છો જૂહી મેડમ.' પછી તે વ્યક્તિએ 1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ હૈ રાહી પ્યાર કે'નું ગીત 'ઘૂંઘટ કી આડ સે દિલબર કા..' ગીત ગાવાનું શરૂ કર્યું હતું. જજ જે આર મિધાએ કહ્યું હતું કે મહેરબાની કરીને આને મ્યૂટ કરો. કોર્ટમાં ફરી સુનાવણી ચાલુ થઈ તો ફરીથી ગીત ગાઈને તે વ્યક્તિએ કોર્ટની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો.

કોર્ટે આ મુદ્દો ગંભીરતાથી લીધો
આ વખતે 1995માં રિલીઝ થયેલી ફિલ્મ 'નાઝાયઝ'નું ગીત 'લાલ લાલ હોઠોં પે ગોરી કિસકા નામ હૈ..' ગીત કોર્ટ રૂમમાં સંભળાવવા લાગ્યું હતું. જોકે, આ ગીતને સુનાવણી દરમિયાન હટાવી લેવામાં આવ્યું હતું. પછી ત્રીજીવાર 1993માં રિલીઝ થયેલી ફિલ્મ 'આયના'નું ગીત 'મેરી બન્નો કી આયેગી બારાત..' ગાવામાં આવ્યું હતું. ત્યારબાદ જજે વ્યક્તિની ઓળખ કરીને તેને કોર્ટની અવમાનના કરવા બદલ નોટિસ ફટકારવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે IT વિભાગને તે વ્યક્તિની ઓળખ કરીને જરૂરી કાર્યવાહી કરીને આ અંગે દિલ્હી પોલીસને આની જાણ કરવાનું કહ્યું હતું. જૂહી ચાવલાના વકીલ દીપક ખોસલાએ મજાકમાં એમ કહ્યું હતું કે લાગે છે કે આ વ્યક્તિ પર 4G રેડિયેશનની અસર છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ પત્રકાર કે વકીલમાંથી કોઈ નહોતી.

જૂહીએ સો.મીડિયામાં લિંક શૅર કરી હતી

જૂહીએ સો.મીડિયામાં લિંક શૅર કરી હતી
જૂહીએ સો.મીડિયામાં લિંક શૅર કરી હતી

જૂહી ચાવલાએ સુનાવણી પહેલાં પોતાના સો.મીડિયામાં હાઈકોર્ટની સુનાવણીની લિંક શૅર કરી હતી અને ચાહકોને જોડાવવાનું કહ્યું હતું. માનવામાં આવે છે કે તે વ્યક્તિ જૂહી ચાવલાનો જ કોઈ ચાહક હશે.

જૂહીના વકીલે કોર્ટમાં શું કહ્યું?
વકીલ દીપક ખોસલાએ કહ્યું હતું, CPC (સિવિલ પ્રોસિજર કોડ)ના સેક્શન 80 હેઠળ આ કેસને જોવામાં ના આવે. જ્યારે રાજ્ય વિરુદ્ધ કોઈ કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે ત્યારે 60 દિવસ પહેલાં સરકારને નોટિસ આપવામાં આવે છે, પરંતુ આ કેસ ભારતની જનતા સાથે જોડાયેલા છે અને આથી જ આ કેસને સેક્શન 80ને કોર્ટની સુનાવણી દરમિયાન કન્સીડર કરવામાં ના આવે.

જૂહીની સાથે અન્ય બે લોકોએ પણ અરજી કરી છે, જેમાં એકના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે 5Gને લૉન્ચ કરવાની સરકારી પોલીસ છે, પરંતુ જો પોલિસીથી આર્ટિકલ 14નું ઉલ્લંઘન થતું હોય તો તેને રદ્દ કરી દેવી જોઈએ.

જૂહીએ શા માટે અરજી કરી છે?
જૂહી ચાવલાએ કહ્યું, 'આપણને એડવાન્સ ટેક્નોલોજીથી કોઈ વાંધો નથી. સારી ટેક્નોલોજીથી આપણે લેટેસ્ટ પ્રોડક્ટનો ઉપયોગ કરીને એન્જોય કરીએ છીએ. વાયરલેસના ફિલ્ડમાં પણ એવું જ છે. અમે પોતાના પર રિસર્ચ કર્યું, RF રેડિયેશન, વાયરલેસ ગેજેટ અને નેટવર્ક સેલ ટાવરની અસર જાણી ત્યારે અમને ચિંતા થઈ. કારણ કે આ રેડિયેશન લોકો માટે ખૂબ નુકસાનકારક છે અને તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.'

જૂહી ચાવલાના સ્પોક્સ પર્સને શેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, આ સબ્જેક્ટ પર કોર્ટનું ધ્યાન દોરવા માટે કેસ ફાઈલ કર્યો છે. કોર્ટ અમને જણાવે કે 5G ટેક્નોલોજી માણસ, પ્રાણીઓ, પક્ષીઓ અને બાકીની સજીવ સૃષ્ટિ માટે કેટલી સુરક્ષિત છે? આની પર રિસર્ચ કરાવો અને અમને કહો કે ભારતમાં આ 5G ટેક્નોલોજી સુરક્ષિત છે કે નહીં? નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારો નિર્ણય જણાવો.

રેડિયેશનના નુકસાન વિશે એક્ટ્રેસ લોકોનું ધ્યાન દોરતી રહે છે
જૂહી ચાવલા ઘણીવાર મોબાઈલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડિયેશનનો વિરોધ કરીને લોકોને જાગ્રત કરતી રહે છે. વર્ષ 2008માં તેણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લેટર લખીને મોબાઈલ ટાવર અને વાઈ-ફાઈ હોટસ્પોટમાંથી નીકળતા રેડિયેશનથી માનવજાતિ, પશુ-પક્ષીઓ અને વૃક્ષોને થતાં નુકસાન પ્રત્યે ચેતવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે જૂહીએ એક હાલમાં જ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'કેટલાંક લોકો કહે છે કે તમે અત્યારે આ અંગે વાત કરો છો, તો હું તેમને કહેવા માગીશ કે હું આજે જ આ મુદ્દે વાત નથી કરતી, પરંતુ છેલ્લાં 10 વર્ષથી સેલફોન ટાવર, રેડિએશન અંગે વાત કરી રહી છું. આ અંગે જેટલી માહિતી હોય તેટલી શૅર કરવી જોઈએ. આપણાં ફોન મેજિકથી ચાલતા નથી, પરંતુ રેડિયો વેવથી ચાલે છે અને આ વેવ દિવસેને દિવસે વધતી જઈ રહી છે.