તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીતનું શ્રેય:‘દિલ્હી ક્રાઈમ’ વિનર બની કારણકે તેમાં ગાળો કે હિંસા નહોતી, ગંભીરતાથી સત્ય કલાત્મક રીતે દેખાડ્યું

10 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
‘દિલ્હી ક્રાઈમ’ની સ્ટાર કાસ્ટ આદિલ હુસૈન, સજંય બિશ્નોઈ, રાજેશ તૈલંગ અને મૃદુલ શર્મા - Divya Bhaskar
‘દિલ્હી ક્રાઈમ’ની સ્ટાર કાસ્ટ આદિલ હુસૈન, સજંય બિશ્નોઈ, રાજેશ તૈલંગ અને મૃદુલ શર્મા

નિર્ભયા કાંડ પર બનેલી નેટફ્લિક્સની ભારતીય સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ને 48મા ઇન્ટરનેશનલ એમી અવોર્ડમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો અવોર્ડ મેળવ્યો છે. આ અવોર્ડ ઓસ્કારથી ઓછો નથી. સિરીઝ સાથે જોડાયેલા કલાકારોએ જીતનું કારણ અને મેકિંગ સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા દિવ્ય ભાસ્કર સાથે શેર કર્યા છે.

આદિલ હુસૈન: 7 દિવસની ઘટના 7 કલાકમાં દેખાડી છે. સિરીઝ અવોર્ડલાયક જ છે, તેમાં નવાઈની કોઈ વાત નથી
ખરાબ અપરાધને તે જ ઘાતકી રીતે સિરીઝમાં દેખાડ્યું નથી. ડાયલોગબાજીની ચતુરતા, અશ્લીલતા અને મર્ડર નહોતા. નહિ તો વેબ સિરીઝમાં તો વાયોલન્સ અને સેક્સ સામેલ કરવામાં આવે છે. તેનાથી ઓડિયન્સને એન્ગેજ રાખવી સરળ બની જાય છે. અમારા શોએ આ કોઈ પણ વસ્તુની મદદ કરી નથી. સત્ય દેખાડવાની બે રીતે હોય છે. એક આબેહૂબ અને બીજું કલાત્મક રીતે. નિર્ભયા કાંડ અને આરોપીનોને પકડવાની ઘટના 7 દિવસની છે. પણ અમે આ ઘટના 7 કલાકમાં દેખાડી. અમારો હેતુ પીડિત પ્રત્યે સંવેદના અને સન્માન વ્યક્ત કરવાનો હતો. એમી મળવાનું કારણ પણ આ જ છે.

ક્રૂરતાને આબેહૂબ દેખાડવાની બીજી રીતો પણ હોય છે. જે અનુરાગ કશ્યપની ફિલ્મોમાં હોય છે. હું તેને ‘શોક એન્ડ ઓ’ ટ્રીટમેન્ટ કહું છું. આર્ટ હકીકતમાં એક સોફ્ટ પાવર છે. પણ તેનો અર્થ વિશ્લેષણ દેખાડવાનો હોય છે. તેના ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફરનું કામ ડોક્યુમેન્ટ્રીનો અનુભવ કરાવવાનું હોય છે. એક શોટમાં મોટા સીન શૂટ કર્યા છે. તે બધું સામાન્ય દર્શકોને અનુભવ થતું નથી, પણ ફોટોગ્રાફીએ બધાના દિલ જીતી લીધા. સિરીઝ અવોર્ડલાયક જ છે, તેમાં નવાઈની કોઈ વાત નથી.

રાજેશ તૈલંગ: ‘સન્ડેસ ફિલ્મ ફેસ્ટિવલ’માં જીત મળ્યા પછી નેટફ્લિક્સે ખરીદી હતી
સ્ટોરી એ રીતે હેન્ડલ કરી છે કે તેમાં ક્યાંય ગુનાનું ગ્લોરીફિકેશન નથી. તેની ગંભીરતા કાયમ રહી છે. દરેક વસ્તુને પૂરતો ન્યાય આપવાના પ્રયત્નો કર્યા છે. રિચીએ રાઈટિંગ અને ડિરેક્શન એ બંનેમાં ધ્યાન આપ્યું છે. ગુનાને મૂળ રીતે પીરસવાની જરૂર નહોતી. તે ક્રૂરતા સમાજને ખબર જ છે. દર વખતે સમાજને અરીસો દેખાડવાની જરૂર હોતી નથી. મુદ્દાની વાત કરવી જોઈએ. આબેહૂબ દેખાડવા માટે ન્યૂઝ મીડિયા તો અવેલેબલ જ છે. અમે લોકોએ જ્યારે આ બનાવવાનું શરુ કર્યું હતું, ત્યારે ઈન્ડીપેન્ડેટલી બની રહી હતી. ત્યારે નેટફ્લિક્સે સિરીઝ ખરીદી નહોતી.

બન્યા પછી જ્યારે તેણે ‘સન્ડેસ ફિલ્મ ફેસ્ટિવલ’માં જીત મેળવી ત્યારે નેટફ્લિક્સ બોર્ડ પર આવ્યું. નહિ તો પહેલા તો એવું જ હતું કે રિચી મહેતા અને અમે બધા ચાર-પાંચ વર્ષથી રિસર્ચ કરીને મટીરિયલ પર કામ કરી રહ્યા હતા. કોઈને પણ ખબર નહોતી કે તે આ પ્લેટફોર્મ પર આવશે. અમારા નિર્માતા અકિલિયન, અપૂર્વા, પૂજા વગેરેને પણ ટ્રસ્ટ હતો કે અમે કઈક સારું બનાવીશું. કોઈ ખરીદે કે ના ખરીદે. અમે કઈક સારું બનાવવા માગતા હતા અને તે સારું જ બનશે તે વિશ્વાસ હતો. તમે પ્રમાણિકતાથી કોઈ કામ કરો છો તો ક્યાંકને ક્યાંક તો ચોક્કસ પહોંચો જ છો.

મૃદુલ શર્મા(ગુનેગાર જયસિંહનો રોલ પ્લે કરનારો): 15થી 20 દિવસ સુધી કેરેક્ટર પર કામ કર્યું હતું
જયસિંહ નામના આરોપીની ભૂમિકા ભજવવા માટે તેને સંબંધિત બધા ન્યૂઝ ભેગા કર્યા. તેની બોડી લેન્ગવેજથી લઇને તે કેવી રીતે નિર્ણય લેતો હશે તે બધી વસ્તુઓની ઘણી ઝીણવટતાથી જોઈ. 15થી 20 દિવસ મેં કેરેક્ટર પર કામ કર્યું. શૂટ સંબંધિત મારો સૌથી યાદગાર કિસ્સો ઇન્ટ્રોગેશનનો હતો. તેને લઈને હું ઘણો નર્વસ હતો. પણ જ્યારે તે સીનનું શૂટિંગ ચાલુ થયું ત્યારે ડિરેક્ટર અને ક્રૂ મેમ્બર્સે એવું વાતાવરણ ઊભું કર્યું કે તે કામ કરવું સરળ બની ગયું.

સિરીઝ અને હકીકતમાં પોલીસ જ સાચા હીરો છે. તે લોકોએ આરોપીઓને શોધી લીધા. હકીકતની જિંદગીમાં હું પણ કાનૂની પ્રક્રિયા હેઠળ આરોપીઓને સજા આપતો. આ શો એટલા માટે પણ વિનર બન્યો કારણકે બધાએ પોઝિટિવ વાતાવરણ ઊભું કર્યું. દરેક કલાકાર અને ક્રૂ મેમ્બર્સે તેમની 100% મહેનત આપી. તેના પરિણામે સિરીઝને ઇન્ડિયાનો ઓસ્કાર લેવલનો અવોર્ડ મળ્યો.

સંજય બિશ્નોઈ(નિર્ભયાના મિત્રનો પ્લે ભજવનારો): રોલ માટે માત્ર રાઈટિંગ મટિરિયલ જ હતું, 5 ડિગ્રી ટેમ્પરેચરમાં નગ્ન શૂટ કર્યું
નિર્ભયાના મિત્રનો રોલ પ્લે કરવો ઘણું ટ્રીકી હતું. કોઈની સાથે મળી શકતો નહોતો. જે રાઈટિંગ મટિરિયલ હતું તેને જ કેરેક્ટરમાં દેખાડવાનું હતું. દેશની રાજધાનીમાં તમે જઈ રહ્યા છો અને અચાનક પાંચ લોકો તમારા પર હુમલો કરે અને પછી આઘાતજનક ઘટના થઇ જાય. આ થયા પછી તમે પોતાના વિશે શું વિચારશો? તેના માતા-પિતાને કેવી રીતે મોઢું દેખાડશો? પોતાને કેવી રીતે જોશો? આવા માઈન્ડ સેટમાંથી નીકળવું ઘણું મુશ્કેલ હોય છે. લોકો સાથે કેવી રીતે ડીલ કરવી. મેં આ પ્રકારના કેસ સ્ટડી કર્યા. જાણ્યું કે ઇન્ડિયામાં આવા કેસ કેમ થાય છે? તે બધાની મને ઘણી મદદ મળી.

શૂટિંગનો યાદગાર કિસ્સો પ્રથમ દિવસ હતો. પ્રથમ શૂટમાં જ નગ્ન હાલતમાં શૂટિંગ કરવાનું હતું. શૂટ રિયલ લોકેશન પર થયું, જ્યાં કપડાં વગર નિર્ભયા અને તેના મિત્રને ફેંકવામાં આવ્યા હતા. સિનેમેટોગ્રાફરે કહ્યું કે, નગ્ન બોડી સૂટ બહુ ફેક લાગશે. આથી નેકિડ જ શૂટ કરવામાં આવે. ત્યારે ઠંડી બહુ જ હતી, અમે 16 જાન્યુઆરીએ શૂટિંગ કરી રહ્યા હતા. તેમ છતાં મારી પહેલા આ મુદ્દાને રાખ્યો જેની પર મને કામ કરવાનો મોકો મળ્યો હતો. પછી નગ્ન બનીને જ શૂટ કર્યું.

અન્ય સમાચારો પણ છે...