યો યો હની સિંહને કોર્ટની નોટિસ:પત્ની શાલિની તલવારની દિલ્હી હાઈકોર્ટમાં અપીલ- સિંગર UAEની સંપત્તિ કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં

એક મહિનો પહેલા
પત્ની શાલિની સિંહ સાથે રેપર યો યો હની સિંહ.
  • યો યો હની સિંહની દિલ્હી, મુંબઈ અને ચંડીગઢ સિવાય UAEમાં પણ ઘણી સંપત્તિ છે
  • સિંગર અને તેની પત્નીના નામ પર જે પણ પ્રોપર્ટી છે, તેને થર્ડ પાર્ટીને ટ્રાન્સફર નહીં કરી શકાય.

ઘેરલુ હિંસાના આરોપમાં સિંગર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેની વિરુદ્ધ એક બીજી અરજી દાખલ કરી છે. શાલિનીએ કોર્ટને જણાવ્યું કે, હની સિંહ તેની UAE સ્થિત પ્રોપર્ટી અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકશે નહીં. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે હની સિંહને નોટિસ ફટકારી છે.

હ્રિદેશ સિંહ એટલે કે યો યો હની સિંહની દિલ્હી, મુંબઈ અને ચંડીગઢ સિવાય UAEમાં પણ ઘણી સંપત્તિ છે. ઘરેલુ હિંસાના કેસમાં તેની આગામી સુનાવણી 28 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં થવાની છે. પ્રોપર્ટી ટ્રાન્સફરના કેસમાં દિલ્હી હાઈકોર્ટે હની સિંહને કહ્યું કે, સિંગર અને તેની પત્નીના નામ પર જે પણ પ્રોપર્ટી છે, તેને થર્ડ પાર્ટીને ટ્રાન્સફર નહીં કરી શકાય. હની સિંહને પત્નીના ઘરેણાં અને અન્ય વસ્તુઓ વેચવાનો કોઈ અધિકારા નથી.

કોર્ટે કહ્યું- ઘરેણાં અને બીજી વસ્તુ વેચી નથી શકતો સિંગર
શાલિનીએ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યા બાદ અદાલતને કહ્યું હતું કે, તે હની સિંહની સાથે નથી રહેવા માગતી. તેને એવું પણ કહ્યું કે, હની સિંહ તેને 10 કરોડ રૂપિયાનું વળતર આપે. તે સિવાય તેને કોર્ટને કહ્યું કે, હની સિંહની તરફથી તેને ભાડાનું મકાન આપવામાં આવે અને તેનું ભાડું 5 લાખ રૂપિયા હશે. તેને અદાલતને કહ્યું કે, તે પોતાની માતા પર આશ્રિત રહેવા નથી માગતી.

નવા ગીતને લઈને હની સિંહ ચર્ચામાં છે
હની સિંહએ તાજેતરમાં સિંગર નેહા કક્કડ અને તેના ભાઈ ટોની કક્કડની સાથે નવું સોન્ગ ‘કાંટા લગા’ રિલીઝ કર્યું છે. ગીત એટલું પોપ્યુલર થયું કે રિલીઝ થતાં જ યુટ્યુબ પર 50 લાખ વ્યુ મળ્યા હતા. લોકોએ આ ગીતમાં હની સિંહના વખાણ કર્યા છે. જો કે, ટોની કક્કડને ટ્રોલ થવું પડ્યું છે.

20 વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ શાલિની સાથે લગ્ન કર્યા હતા
હની સિંહ અને શાલિનીના લગ્ન 2011માં દિલ્હીના એક ગુરુદ્વારામાં થયા હતા. 2014માં હની સિંહે રિયાલિટી શો ઈન્ડિયાઝ રોકસ્ટારના એક એપિસોડમાં પોતાની પત્નીને લોકો સાથે મળાવી હતી. ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે તેને બોલિવૂડના મેગા પ્રોજેક્ટ્સમાં એક્ટિંગ કરતાં પહેલા લગ્ન કરી લીધા. હવે શાલિનીએ પતિ પર શારીરિક અને માનસિક હિંસાનો આરોપ લગાવ્યો છે.