ધાકડ:અમિતાભ બચ્ચને ‘ધાકડ’ ફિલ્મનું સોંગ શૅર કરીને ડિલીટ કેમ કર્યું? ભડકેલી કંગનાએ કહ્યું, ‘તમારા પર કોનું પ્રેશર છે?’

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમિતાભ બચ્ચને તાજેતરમાં કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ ધાકડનું સોન્ગ ટીઝર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. જેના પછી બિગ બીએ પોસ્ટને ડિલીટ કરી દીધી. કંગનાએ તેના પર રિએક્ટ કરતા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકોની પર્સનલ ઈન્સિક્યોરિટીઝ છે. સાથે જ કંગનાએ જણાવ્યું કે, એક્ટર્સ મને મારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં કેમ નિષ્ફળ ગયા'?

અમિતાભ બચ્ચને આ સોંગ શૅર કરીને કંગનાને શુભકામના આપ્યા બાદ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી
અમિતાભ બચ્ચને આ સોંગ શૅર કરીને કંગનાને શુભકામના આપ્યા બાદ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી

ઈન્ડસ્ટ્રીમાં લોકોને પર્સનલ ઈન્સિક્યોરિટીઝ છે
કંગનાએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં પાવરફૂલ લોકોને પણ ક્યાંક ને ક્યાંક પર્સનલ ઈન્સિક્યોરિટીઝ રહે છે. આ કોઈ એક પાવરફૂલ વ્યક્તિ નથી આવા ઘણા છે. મને સમજાતું નથી કે એક્ટર્સ મને અને મારા કામને પ્રોત્સાહિત કરવામાં કેમ નિષ્ફળ જાય છે. ખાસ કરીને મહિલાઓ માટે, આ ઘણી મહત્ત્વપૂર્ણ ફિલ્મ છે. ધાકડ વિવિધ પ્રકારની ફિલ્મો માટેનો રસ્તો ખોલશે.

બચ્ચન સાહેબ પર કોણું પ્રેશર છે- કંગના
કંગનાએ આગળ જણાવ્યું કે, લોકોની ઘણી બધી પર્સનલ ઈન્સિક્યોરિટીઝ હોય છે, તેઓ તેને છુપાવવાનો પ્રયાસ કરે છે. જો અમે આવું કર્યું તો ઈન્ડસ્ટ્રીથી બાયકોટ થઈ જઈશું. મને નથી લાગતું કે આવું કંઈક છે, કિયારાએ મને જોઈ છે, તેના ઉપર કોઈ પ્રેશર નહોતું, તે મારી સાથે ઘણી કન્ફર્ટેબલ હતી. છેવટે તો લોકોની પોતાની પસંદ અને નાપસંદ હોય છે, પરંતુ મને તે ખૂબ જ ખરાબ લાગ્યું કે બચ્ચન સાહેબે ટ્રેલર ટ્વીટ કર્યું અને પછી 5-10 મિનિટમાં ડિલીટ કરી દીધું. તેમના જેવું સ્ટેટસ રાખનાર વ્યક્તિ પર કોણું પ્રેશર હોઈ શકે છે. મને ખબર નથી પણ મને આ પરિસ્થિતિ થોડી કોમ્પ્લેક્સ લાગી.

બિગ બીએ બ્લોગમાં ચોખવટ કરી
આ ઘટનાના સ્ક્રીનશોટ વહેતા થયા અને વિવાદ વધ્યા પછી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર આ વાતની ચોખવટ કરી હતી. બિગ બીએ બ્લોગમાં લખ્યું કે, ‘ભારત સરકાર અને એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના કડક કાયદા અને ગાઇડલાઇન્સ છે. તે પ્રમાણે જો ઇન્ફ્લુઅન્સર તરીકે તમે કોઈ પ્રોડક્ટના ફોટોગ્રાફ શૅર કરો કે તેના વિશે કંઈ લખો તો તે સ્પોન્સર છે કે તમે તેના પ્રમોટર છો કે પછી તેની સાથે પેઇડ પાર્ટનરશિપમાં છો તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડે છે. નહીંતર તેને ગેરકાયદે માનવામાં આવે છે. મારી પાસે આવી એકથી વધુ નોટિસ આવી ચૂકી છે.’

આ મુદ્દે પોતાને ટ્રોલ કરનારાઓને કડક જવાબ આપતાં લખ્યું કે, ‘તમે મને જેટલી ગાળો ભાંડશો, જેટલી મારી ટીકા કરશો, એટલો જ હું ઉપર જઇશ!’

કંગનાએ સલમાન ખાનની પ્રશંસા કરી
સલમાન ખાને સો.મીડિયામાં કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ'નું સેકન્ડ ટ્રેલર શૅર કર્યું છે. જેના રિપ્લાયમાં કંગનાએ તેની પોસ્ટને મીડિયા સ્ટોરી પર શેર કરી લખ્યું, થેંક્યુ ભાઈ દબંગ હીરો...હું હવે ક્યારેય નહીં કહું કે હું આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકલી છું...આખી ધાકડની ટીમ તરફથી શુભેચ્છા. સલમાન ખાન ઉપરાંત વિદ્યુત જામવાલે પણ આ ફિલ્મનું ટ્રેલર સો.મીડિયામાં શૅર કર્યું છે.

કંગના રનૌતની આગામી ફિલ્મ 'ધાકડ' 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન રજનીશ ઘાઈએ કર્યું છે. કંગના સિવાય ફિલ્મમાં સાસ્વતા ચેટર્જી, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ જોવા મળશે.