દીપિકાની ચાલ:મીડિયાથી બચવા માટે દીપિકા પતિ સાથે હોટલ તાજમાં રોકાઈ હતી, મોડી રાત્રે વકીલો સાથે મિટિંગ કરી હતી

મુંબઈએક વર્ષ પહેલા
દીપિકા પાદુકોણ સવારે 9.50 વાગે NCB ગેસ્ટહાઉસ પહોંચી હતી, સાડા પાંચ કલાક પૂછપરછ થઈ - Divya Bhaskar
દીપિકા પાદુકોણ સવારે 9.50 વાગે NCB ગેસ્ટહાઉસ પહોંચી હતી, સાડા પાંચ કલાક પૂછપરછ થઈ
  • દાવો કરવામાં આવી રહ્યો છે કે દીપિકા હોટલ તાજથી એક નાની કારમાં બેસીને NCBના ગેસ્ટહાઉસ આવી હતી
  • ગુરુવાર, 24 સપ્ટેમ્બરે દીપિકા ગોવાથી મુંબઈ આવી હતી, ત્યારે મીડિયા પીછો કરીને ઘર સુધી પહોંચી ગયું હતું

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનમાં નામ સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણ 26 સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સામે હાજર થઈ હતી. રિપોર્ટ્સના મતે, દીપિકા ઘરેથી NCBના ગેસ્ટહાઉસ ગઈ નહોતી. તે સાઉથ મુંબઈ સ્થિત હોટલ તાજથી અહીંયા આવી હતી. ચર્ચા છે કે દીપિકા તથા રણવીરે રાતમાં જ હોટલ તાજમાં ચેક-ઈન કર્યું હતું.

મીડિયાથી બચવા માટે સ્માર્ટ નિર્ણય લીધો
દીપિકા મોડી રાત્રે ગુરુવાર, 24 સપ્ટેમ્બરના રોજ ગોવાથી મુંબઈ પરત ફરી હતી. આ દરમિયાન મીડિયાએ દીપિકાનો પીછો કર્યો હતો અને તેના ઘર સુધી પહોંચી ગયું હતું. દીપિકા તથા રણવીર મીડિયા કવરેજથી બચવા માગતા હતા અને તેથી જ તેમણે સ્માર્ટ નિર્ણય લીધો હતો.

શુક્રવાર, 25 સપ્ટેમ્બરે મોડી સાંજે તે ઘરથી હોટલ તાજ ગઈ હતી. હોટલમાંથી જ દીપિકા-રણવીરે વીડિયો કોન્ફરન્સિંગથી વકીલો સાથે મોડી રાત સુધી ચર્ચા કરી હતી. દીપિકા હોટલમાંથી જ નાની કાર લઈને NCB ગઈ હતી.

દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાએ NCB સમક્ષ 2017માં મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે થયેલી ડ્રગ ચેટની વાત સ્વીકારી છે. જોકે, તેણે ડ્રગ્સ લીધું હોવાની વાત સ્વીકારી નહોતી. NCBના સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે દીપિકા ખાસ પ્રકારની સિગારેટ પીવાની વાત માની લીધી છે.

દીપિકાએ કહ્યું, આખું ગ્રુપ ડૂબ લેતું હતું
દીપિકાએ NCBને કહ્યું હતું કે તેમનું પૂરું ગ્રુપ ડૂબ લેતું હતું. આ ખાસ પ્રકારની સિગારેટ છે. NCBએ દીપિકાને જ્યારે હૈશ તથા વીડ અંગે પૂછ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. ડૂબમાં ડ્રગ્સ પણ હોય છે? તો આ સવાલ પર દીપિકા ચૂપ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...