સેલેબ્સને કોરોના:પેરેન્ટ્સ-બહેન બાદ હવે દીપિકા પાદુકોણનો રિપોર્ટ પોઝિટિવ, પપ્પા હોસ્પિટલમાં એડમિટ

બેંગલુરુ5 મહિનો પહેલા
  • 10 દિવસ પહેલાં કોરોનાના લક્ષણો જોવા મળતા દીપિકાના પરિવારે ટેસ્ટ કરાવ્યો હતો
  • દીપિકાની માતા તથા બહેન ઘરમાં જ આઇસોલેશનમાં છે

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં દીપિકા પરિવાર સાથે બેંગલુરુમાં છે. આ પહેલાં એવા સમાચાર હતા કે દીપિકાના પેરેન્ટ્સ તથા બહેન કોરોના પોઝિટિવ છે. લિજેન્ડરી ઈન્ડિયન બેડમિન્ટન પ્લેયર તથા બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ છે. તેમની તબિયત સુધારા પર છે.

એપ્રિલ મહિનામાં પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી

મુંબઈ એરપોર્ટ પર રણવીર તથા દીપિકા મૅચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં
મુંબઈ એરપોર્ટ પર રણવીર તથા દીપિકા મૅચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં

ઉલ્લેખનીય છે કે ગયા મહિને દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે મુંબઈ એરપોર્ટ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં 15 દિવસની લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે દીપિકા બેંગલુરુ પોતાના પેરેન્ટ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે બેંગલુરુ ગઈ હતી.

10 દિવસ પહેલાં પરિવારમાં લક્ષણો જોવા મળ્યા હતા
65 વર્ષીય પ્રકાશ પાદુકોણને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા મળી જાય તેવી શક્યતા છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું હતું, 'લગભગ 10 દિવસ પહેલાં પ્રકાશ પાદુકોણ, તેમના પત્ની (ઉજ્જાલા), તેમની બીજા નંબરની દીકરી (અનિષા)માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેયે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.'

એક્ટ્રેસ બનતાં પહેલાં દીપિકા સફળ મોડલ રહી ચૂકી છે
એક્ટ્રેસ બનતાં પહેલાં દીપિકા સફળ મોડલ રહી ચૂકી છે

ઘરમાં જ આઈસોલેટ થયા હતા
વધુમાં વિમલ કુમારે કહ્યું હતું, 'ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે, પ્રકાશ પાદુકોણને તાવ મટતો જ નહોતો. શનિવાર, 1 મેના રોજ તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે.'

2-3 દિવસમાં રજા આપવામાં આવશે
વિમલ કુમારે આગળ કહ્યું હતું, 'હાલમાં પ્રકાશ પાદુકોણ એકદમ ઠીક છે અને તેમના તમામ રિપોર્ટ્સ સામાન્ય છે. તેમની પત્ની તથા દીકરી ઘરે જ છે અને તેઓ પણ રિકવર થઈ રહ્યાં છે. પ્રકાશ પાદુકોણને 2-3 દિવસમાં રજા આપવામાં આવશે.'

દીપિકાના લગ્ન પહેલાં બેંગલુરુ સ્થિત ઘરમાં પૂજા રાખવામાં આવી હતી, તે સમયની તસવીર
દીપિકાના લગ્ન પહેલાં બેંગલુરુ સ્થિત ઘરમાં પૂજા રાખવામાં આવી હતી, તે સમયની તસવીર

પહેલી જ વાર પ્રકાશ પાદુકોણ વિનર બન્યા હતા
1980માં ઓલ ઈગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં પ્રકાશ પાદુકોણ પહેલા ભારતીય હતા, જેમણે આ ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારબાદ તેમણે ડેન્માર્ક ઓપન, સ્વેડિશ ઓપન સહિતની કેટલીક ટૂર્નામેન્ટ જીતી હતી. 1991માં તેઓ રિટાયર થયા હતા. 1993-1996 સુધી તેઓ ઈન્ડિયન ટીમના કોચ પણ રહી ચૂક્યા હતા.

દીપિકા મેન્ટલ હેલ્થ પર કામ કરી રહી છે
પ્રકાશ પાદુકોણને બે દીકરીઓ છે, જેમાં દીપિકા પાદુકોણ મોટી છે અને અનિષા નાની છે. દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ છે, જ્યારે અનિષા ગોલ્ફર છે. દીપિકા પાદુકોણ કોરોના કાળમાં મેન્ટલ હેલ્થ પર કામ કરી રહી છે.

દીપિકાએ પંજાબી તથા સાઉથ ઈન્ડિયન એમ બે વિધિથી લગ્ન કર્યાં હતાં
દીપિકાએ પંજાબી તથા સાઉથ ઈન્ડિયન એમ બે વિધિથી લગ્ન કર્યાં હતાં

દીપિકાએ 2018માં લગ્ન કર્યા
દીપિકાએ વર્ષ 2018માં 14-15 નવેમ્બરના રોજ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. દીપિકાની ગયા વર્ષે ફિલ્મ 'છપાક' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ધમાલ મચાવી શકી નહોતી. હાલમાં દીપિકા પાસે અલગ અલગ પ્રોજેક્ટ્સ છે, જેમાં પ્રભાસ સાથેની ફિલ્મ, શાહરુખ સાથે 'પઠાન', અમિતાભ બચ્ચન સાથે 'ધ ઈન્ટર્ન', દ્રૌપદી પર આધારિત એક ફિલ્મ તથા પતિ રણવીર સાથે '83'માં જોવા મળશે. આ ઉપરાંત તે શકુન બત્રાની ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી તથા અનન્યા પાંડે સાથે કામ કરી રહી છે.

આ સેલેબ્સ પણ કોરોનાની ચપેટમાં આવ્યા
ઉલ્લેખનીય છે કે આ કોરોનાની સેકન્ડ વેવમા અનેક બોલિવૂડ સેલેબ્સ કોવિડ 19નો ભોગ બન્યા છે. આ પહેલાં આમિર ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, વિકી કૌશલ, કેટરીના કૈફ સહિતના સ્ટાર્સને કોરોના થયો હતો.

અન્ય સમાચારો પણ છે...