એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશાં પોતાની એલિગન્ટ સ્ટાઈલ અને લુકના કારણે ચર્ચામાં રહે છે. તે વેસ્ટર્નથી માંડી એથનિક આઉટફિટમાં પણ એકદમ ગ્લેમરસ દેખાય છે. તેમાં પણ તેનો એરપોર્ટ લુક ઘણો કન્ફર્ટેબલ હોય છે. જો કે નવા નવા પ્રકારની ફેશન ટ્રાય કરવામાં ક્યારેક લોચો વાગે છે અને તે ‘ઊપ્સ મોમેન્ટ’નો ભોગ બને છે.
હજુ શુક્રવારે જ દીપિકા હંમેશની જેમ સ્ટાઈલિશ લુક સાથે સિમ્પલ ડ્રેસમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રીએ સ્ટ્રેપવાળું પેન્ટ અને સ્લીવલેસ વ્હાઈટ ટી-શર્ટ અને સફેદ શૂઝ પહેર્યાં હતાં. આ સાથે તેણે બ્લેક કલરના ગોગલ્સ પહેર્યાં હતાં તેમજ હાથમાં એક મોટી બેગ હતી.
જ્યારે દીપિકા કારમાંથી નીચે ઊતરી એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફરોએ તેને ઘેરી લીધી. સાઇડમાંથી પાડેલા ફોટોગ્રાફ્સમાં દીપિકાની સ્લીવમાંથી શરીરના અંદરના ભાગ પણ દેખાઈ રહ્યા હતા. આ વીડિયોમાં દીપિકા પાદુકોણને જોઈને લાગે છે કે તેને આ વાતની જાણ પણ નથી. હવે તેનો એરપોર્ટ જતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું
વીડિયો પર યુઝર્સ વિવિધ કમેન્ટ કરી રહ્યા છે, એક યુઝરે લખ્યું, ‘અંદરનું બધું દેખાઈ રહ્યું છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘તેની ચાલ અને પોશ્ચરને શું થઈ ગયું છે?’ અલબત્ત, બધા લોકો વાંકદેખા જ છે એવું પણ નથી. દીપિકાનો આ લુક ઘણા ફેન્સને પસંદ પણ પડી રહ્યો છે.
એક્ટ્રેસનો વર્કફ્રન્ટ
દીપિકા પાદુકોણ છેલ્લે ‘ગહેરાઈયાં’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકા સિવાય સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કરવા જેવા કલાકારો હતા. દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’, પ્રભાસની ફિલ્મ 'પ્રોજેક્ટ કે' અને શાહરૂખ ખાનની ‘પઠાન’ તેમજ હૃતિક રોશનની સાથે ‘ફાઈટર’માં પણ જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.