તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિસ્ચાર્જ:દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, કોરોના થયા બાદ એડમિટ કરવામાં આવ્યા હતા

મુંબઈ4 મહિનો પહેલા
  • પહેલી મેના રોજ પ્રકાશ પાદુકોણને એડમિટ કરવામાં આવ્યા હતા, આઠ મેના રોજ રજા આપવામાં આવી
  • પરિવારના બાકીના સભ્યો ઘરમાં આઈસોલેટ થયા હતા

દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણને આ મહિનાની શરૂઆતમાં કોરોનાને કારણે બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને શનિવાર, 8 મેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમને પહેલી મેના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા.

ઘરમાં બધા સારા છે
પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું હતું, તેમને શનિવારે રજા આપવામાં આવી હતી. હાલમાં તેઓ ઘરે છે અને તેમને સારું છે. તેમના પરિવારના સભ્યો પણ સારા છે.

દીપિકા તેની બહેન તથા માતા ઘરમાં જ હતા
સૌ પહેલાં દીપિકાના પેરેન્ટ્સ (પ્રકાશ પાદુકોણ-ઉજ્જાલા) તથા તેની બહેન અનિષાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પછી દીપિકાને પણ કોરોના થયો હોવાની વાત સામે આવી હતી. જોકે, દીપિકાએ સો.મીડિયામાં આ અંગે કોઈ પોસ્ટ શૅર કરી નહોતી અને તેની ટીમે પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નહોતું. દીપિકા પોતાની માતા તથા બહેન સાથે બેંગુલુરુ સ્થિત ઘરમાં જ આઈસોલેશનમાં હતી.

20-21 એપ્રિલના રોજ પરિવારમાં લક્ષણો જોવા મળ્યા હતા
એપ્રિલના લાસ્ટ વીકમાં પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું હતું, 'લગભગ 10 દિવસ પહેલાં (એટલેકે 20-21 એપ્રિલની આસપાસ) પ્રકાશ પાદુકોણ, તેમના પત્ની (ઉજ્જાલા), તેમની બીજા નંબરની દીકરી (અનિષા)માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેયે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.'

ઘરમાં જ આઈસોલેટ થયા હતા
વધુમાં વિમલ કુમારે કહ્યું હતું, 'ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે, પ્રકાશ પાદુકોણને તાવ ઊતરતો જ નહોતો. શનિવાર, 1 મેના રોજ તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.'

એપ્રિલ મહિનામાં પતિ સાથે એરપોર્ટ પર જોવા મળી હતી

મુંબઈ એરપોર્ટ પર રણવીર તથા દીપિકા મૅચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં
મુંબઈ એરપોર્ટ પર રણવીર તથા દીપિકા મૅચિંગ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં

ઉલ્લેખનીય છે કે ગયા મહિને દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે મુંબઈ એરપોર્ટ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં 15 દિવસની લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે દીપિકા બેંગલુરુ પોતાના પેરેન્ટ્સ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે બેંગલુરુ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...