દીપિકા પાદુકોણ ચાર વર્ષ પછી હોલિવૂડમાં કમબેક કરી રહી છે. તેમે હાલમાં જ અપકમિંગ હોલિવૂડ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ ફિલ્મની નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ ફિલ્મની જાહેર STX ફિલ્મ્સ મોશન પિક્ચર ગ્રુપના ચેરમેન એડમ ફોગેલસને કરી હતી. આ ફિલ્મને પ્રોડ્યૂસ 'ઇરોઝ STX ગ્લોબલ કોર્પોરેશન ડિવિઝન STX ફિલ્મ્સ' કરશે.
દીપિકા ફિલ્મને કો-પ્રોડ્યૂસર પણ કરશે
દીપિકા આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત તે પોતાના હોમપ્રોડક્સન બેનર KA પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યૂસ પણ કરશે. દીપિકા 2017માં હોલિવૂડ ફિલ્મ 'XXX ધ રિટર્ન ઓફ જેન્ડર કેજ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકા હોલિવૂડ સ્ટાર વિન ડીઝલ સાથે હતી.
STX ફિલ્મ્સ સાથેની પાર્ટનરશિપથી ખુશ છું
દીપિકાએ કહ્યું હતું, 'KA પ્રોડક્શનની સ્થાપના વૈશ્વિક અપીલની સાથે હેતુસભર કન્ટેન્ટને વિકસિક કરવા તથા પ્રોડ્યૂસ કરવાના હેતુથી થઈ હતી. હું STX ફિલ્મ્સ તથા ટેમ્પલ હિલ પ્રોડક્શનની સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છું. હું ક્રોસ કલ્ચરલ વાર્તાઓને વિશ્વની સામે લાવવા માટે ઉત્સુક છું.' આ ફિલ્મ દીપિકાની આસપાસ ફરતી એક ક્રોસ કલ્ચરલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે.
દીપિકા ગ્લોબલ સ્ટાર્સમાંથી એક
STX ફિલ્મ્સ મોશન પિક્ચર ગ્રુપના ચેરમેન એડમ ફોગેલસને આ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું, 'દીપિકા ભારતમાંથી આવનારી ગ્લોબલ સ્ટાર્સમાંથી એક છે. તે એક પોઝિટિવ વ્યક્તિત્વની સાથે ટેલેન્ટેડ છે. તેની પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર તરીકે આગળ વધી રહી છે.
અમિતાભ સાથે 'ધ ઇન્ટર્ન'માં જોવા મળશે
દીપિકાએ 2019માં પોતાના પ્રોડક્શ હાઉસ KA પ્રોડક્શનની શરૂઆત કરી હતી. તેણે પોતાની પહેલી ફિલ્મ 'છપાક' પ્રોડ્યૂસ કરી હતી. દીપિકાએ પોતાના હોમપ્રોડક્શન હેઠળ ફિલ્મ 'ધ ઇન્ટર્ન'ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં દીપિકા તથા અમિતાભ બચ્ચન જોવા મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.