વાઇરલ:'પઠાન'ના સેટ પરથી દીપિકા પાદુકોણની બિકીની તસવીરો લીક, શાહરુખ ખાન એઇટ પેક એબ્સમાં જોવા મળ્યો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દીપિકા-શાહરુખ હાલમાં સ્પેનમાં 'પઠાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે

શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાન'ના સેટ પરની તસવીરો લીક થઈ છે. લીક તસવીરોમાં શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણ જોવા મળે છે.

શાહરુખ ખાન એઇટ પેક એબ્સમાં જોવા મળ્યો
લીક થયેલી તસવીરમાં શાહરુખ ખાન લાંબા વાળ તથા એઇટ પેક એબ્સમાં જોવા મળે છે. તેના હાથમાં ગન હોય છે. ગોગલ્સ તથા ગળામાં ચેન પહેરી હોય છે.

દીપિકા બિકીનીમાં જોવા મળી
દીપિકા પાદુકોણ બિકીનીમાં જોવા મળે છે. લીક તસવીરો પરથી લાગે છે કે શૂટિંગ પૂરું થઈ ગયું છે, કારણ કે દીપિકા પોતાની ટીમ પાસેથી જેકેટ પહેરતી જોવા મળી હતી. દીપિકા યલો તથા પ્રિન્ટેડ બિકીનીમાં જોવા મળે છે.

ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
'પઠાન' યશરાજ બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં દીપિકા-શાહરુખ ઉપરાંત જ્હોન અબ્રાહમ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. થોડાં સમય પહેલાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.