ગયા મહિને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં જોવા મળી હતી. અહીંયા દીપિકાએ પોતાની અલગ અલગ સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી લીધા હતા. આ વર્ષે દીપિકા ભારત તરફથી જ્યૂરી મેમ્બરમાં પણ હતી. હવે દીપિકા પરિવાર સાથે તિરુપતિ મંદિરે ગઈ હતી.
પિતાનો 67મો જન્મદિવસ
દીપિકાએ પિતા પ્રકાશ પાદુકોણના 67મા જન્મદિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું. દીપિકાની માતા ઉજ્જાલા પાદુકોણ તથા બહેન અનીષા પણ સાથે હતા. દીપિકાના પિતા દર વર્ષે જન્મદિવસે તિરુપતિના મંદિરે દર્શન કરવા જાય છે.
દીપિકાની તસવીરો વાઇરલ
દીપિકા પિતા સાથે મંદિરમાં હોય તે તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. દીપિકા પિંક સલવાર સૂટ તથા ડાર્ક પિંક દુપટ્ટા સાથે જોવા મળી હતી. તેણે મેચિંગ માસ્ક પહેર્યો હતો. તેનાં મમ્મી તથા બહેન પણ ટ્રેડિશનલ લુકમાં હતાં.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એક્ટર શાહરુખ-જ્હોન સાથે ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે 'ફાઇટર'માં કામ કરી રહી છે. પ્રભાસ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે 'ધ ઇન્ટર્ન'માં કામ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.