વેકેશન ડાયરી:દીપિકા પાદુકોણે રણથંભોરનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું, ‘આ બ્રેકની ખૂબ જરૂર હતી’

2 વર્ષ પહેલા

દીપિકા પાદુકોણ, ગયા વર્ષે એટલે કે 2020માં તેણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઘણા અપ એન્ડ ડાઉન જોયા. જૂની યાદોને ભૂલી જવા તેણે વર્ષના છેલ્લા દિવસે સોશિયલ મીડિયા પર હાજર બધી પોસ્ટ ડિલીટ કરી હતી. એ પછી નવા વર્ષના પહેલા દિવસે એક ઓડિયો શેર કર્યો હતો અને રણથંભોરમાં ફેમિલી સાથે સેલિબ્રેટ કરેલાં ન્યૂ યર વેકેશનનાં ફોટો પોસ્ટ કર્યા છે.

‘બ્રેક જરૂરી છે’
દીપિકાએ લખ્યું, ‘એક કોમ્પલિમેન્ટ જે મને ઘણીવાર મારી ફેમિલી અને મિત્રો તરફથી મળે છે કે મેં જે પણ કઈ પ્રોફેશનલી મેળવ્યું છે તેને લીધે મેં પર્સનલી પોતાને થોડી પણ બદલી નથી. કદાચ તે લોકોને ખબર છે આમાં તેમનો કેટલો મોટો ફાળો છે! મારા માટે પરિવાર અને મિત્રો સાથે કોઈ પણ દખલ વગર ક્વોલિટી ટાઈમ પસાર કરવો ઘણો જરૂરી છે. તેના લીધે હું મૂળ સાથે જોડાયેલી રહું છું. આ વાત મને યાદ કરાવે છે કે હું ક્યાંથી આવી છું. એ પણ યાદ કરાવે છે કે, આ એ જ બધું છે જે મને આજે જ્યાં છું ત્યાં લઇ ગયા છે. આથી જરૂરી છે એક બ્રેક લો.’

એક્ટ્રેસે ફોટો અને વીડિયો શેર કર્યા
નવા વર્ષની બીજી પોસ્ટમાં તેણે ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે. તેમાં લખ્યું છે, ‘મારું નવું વર્ષ કઈક આવું હતું. તેમાં વાઘની વીડિયો, દીપિકાના ચાનાં કપ સાથેનું બૂમરેંગ, જંગલમાં દેખાતા ઝરણાં, બોન ફાયર, ફોરેસ્ટ વ્યૂ અને બર્ડ વોચિંગના અમુક ફોટોઝ છે.’

રણબીર-આલિયાની સગાઈની ચર્ચા હતી
દીપિકા અને રણવીર સિંહ રણથંભોર પહોંચતા એવી ચર્ચા થઈ રહી હતી કે આ કપલ રણબીર આલિયાની સગાઈ માટે પહોંચ્યા છે. 29 ડિસેમ્બરે બધા સાથે પહોંચ્યા હતા. જો કે ચર્ચાઓ હતી એવું કઈ ના થયું. આ માત્ર કોઈન્સિડન્સ હતો કે કપૂર અને ભટ્ટ પરિવાર ઉપરાંત દીપિકા-રણવીરની ફેમિલી પણ ન્યૂ યર સેલિબ્રેશન માટે રાજસ્થાન ગયા હતા.

5 દિવસની વિઝિટના છેલ્લા દિવસે આલિયા, રણબીર, દીપિકા અને રણવીરે સવાઈ માધોપુરના કેટલાક અધિકારીઓને મળ્યા અને ચારેયે સાથે ફોટો પડાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...