તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ફર્મ:દીપિકા પાદુકોણે કહ્યું, 'શાહરુખ ખાન 'પઠાન'થી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે'

મુંબઈ5 મહિનો પહેલા
  • શાહરુખ ખાન-દીપિકાએ આ પહેલાં 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' તથા 'હેપી ન્યૂ યર'માં કામ કર્યું હતું
  • દીપિકા પાસે હાલમાં ચારથી વધુ ફિલ્મ છે

શાહરુખ ખાન છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. છેલ્લાં બે વર્ષથી શાહરુખ ખાને એક પણ ફિલ્મ સાઈન કરી નહોતી. છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા થતી હતી કે શાહરુખ ખાન ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'પઠાન'માં કામ કરી રહ્યો છે. હવે દીપિકા પાદુકોણે આ વાત કન્ફર્મ કરી છે કે શાહરુખ 'પઠાન'થી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે.

દીપિકાએ ફિલ્મ અંગે વાત કરી​​​​​​​
મેગેઝિન ફેમિના સાથેના ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, 'મેં શકુન બત્રાની ફિલ્મથી શરૂઆત કરી હતી. આ ફિલ્મ રિલેશનશિપ પર આધારિત છે. આ પહેલાં ભારતીય સિનેમામાં ક્યારેય આ રીતની ફિલ્મ આવી નથી. પછી 'પઠાન' એક્શન ફિલ્મ શાહરુખ ખાન છે. ત્યરાબાદ નાગ અશ્વિનની ફિલ્મ પ્રભાસ સાથે છે.'

વધુમાં દીપિકાએ કહ્યું હતું, 'ત્યારબાદ હું એન્ને હાથવેની ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં કામ કરીશ. આ ફિલ્મ હાલના સમયે યોગ્ય છે. ત્યારબાદ હું 'મહાભારત'માં દ્રૌપદીનો રોલ પ્લે કરીશ.'

હજી સુધી શાહરુખ ખાને કમબેક અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું નથી. જોકે, નવા વર્ષની શુભેચ્છા પર તેણે કહ્યું હતું કે 2021માં તે બિગ સ્ક્રીન પર મળશે. બે વર્ષમાં શાહરુખ ખાનના હોમ પ્રોડક્શન રેડ ચિલીઝ એન્ટરઈનમેન્ટ બેનર હેઠળ 'કામિયાબ' તથા 'ક્લાસ ઓફ 83' જેવી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત આગામી પ્રોજેક્ટ 'બોબ બિશ્વાસ' છે. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'કહાની'ના એક પાત્ર કોન્ટ્રાક્ટ કિલર પર આધારિત છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે.

'પઠાન'માં શાહરુખનો એક્શન અવતાર જોવા મળશે
રિપોર્ટ પ્રમાણે, 'પઠાન'માં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં છે. જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યા છે. પરવેઝે આ પહેલા 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે. કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ કરવામાં આવ્યું છે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. ગયા વર્ષે નવેમ્બરમાં ફિલ્મનું શાહરુખ ખાને શૂટિંગ કર્યું હતું.

સલમાન ખાન પણ જોવા મળશે
ફિલ્મમાં સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન 'એક થા ટાઈગર'માં ભજવેલા ટાઈગરનો રોલ પ્લે કરશે. સલમાન 'ટાઈગર 3'નું શૂટિંગ શરૂ થાય તે પહેલાં આ ફિલ્મનું શૂટિંગ 12 દિવસ સુધી કરશે. 'ટાઈગર 3' તથા 'પઠાન' યશરાજ બેનર પ્રોડ્યૂસ કરી રહ્યું છે.