ગહેરાઈયાં:દીપિકા પાદુકોણે અનન્યા પાંડે વિશે ખુલાસો કર્યો, કહ્યું- અનન્યા ક્યારેય પોતાનું ખાવાનું શેર નથી કરતી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપિકાએ કહ્યું- અમે અનન્યાના ઘરે ગયા તો ખાવા માટે અમારે 40 મિનિટ રાહ જોવી પડી

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગહેરાઈયાં'ની સક્સેસને એન્જોય કરી રહી છે. તાજેતરમાં ફિલ્મની સક્સેસ અંગે દીપિકા અને ડાયરેક્ટર શકુન બત્રાએ એક ઈન્ટરવ્યુમાં અનન્યા સાથે સંબંધિત કેટલાક ખુલાસા કર્યા અને જણાવ્યું કે અનન્યા શરૂથી જ એવી જ રહી છે, જે કોઈની સાથે પોતાનું ખાવાનું શેર નથી કરતી.

અનન્યા પોતાનું ખાવાનું શેર નથી કરતી
દીપિકાએ જણાવ્યું કે, અનન્યા ક્યારેય પણ પોતાનું ખાવાનું શેર નથી કરતી. તેમજ શકુને જણાવ્યું કે, અનન્યાએ મને એક વખત માત્ર બે કે ત્રણ વટાણાના દાણા ખાવા માટે આપ્યા હતા. આ અંગે દીપિકાએ કહ્યું, તમને ઓછામાં ઓછું એટલું તો મળ્યું, અમને તો આજ સુધી આટલું પણ મળ્યું નથી.

દીપિકાએ અનન્યા સાથે જોડાયેલા ખુલાસા કર્યા
દીપિકાએ જણાવ્યું કે, અનન્યાના ઘરે અમને બધાને એક દિવસ ઈનવાઈટ કરવામાં આવ્યા. અનન્યાએ અમને કહ્યું, તેના ઘરે કીમા પાવ બની રહ્યા છે. અમે કહ્યું અમને ઈનવાઈટ કરવા માટે આભાર. તેના પર અનન્યાએ કહ્યું તમારે લોકોને આવવું હોય તો આવી જાવ, પરંતુ તમારા બધા માટે પાવ વધારે નથી. અમે લોકો ખાવા માટે 40 મિનિટ સુધી રાહ જોઈ, પરંતુ તે પોતાનું ખાવાનું ખાતી રહી અને તેણે અમને એકવખત પણ ન પૂછ્યું અને ઓફર પણ ન કરી. અનન્યાએ કહ્યું, મેં શકુનને બે-ત્રણ વટાણાના દાણા આપ્યા છે.

'ગહેરાઈયાં'માં સાથે જોવા મળી રહ્યા છે અનન્યા અને દીપિકા

અનન્યા અને દીપિકાની વાત કરીએ તો તેમની તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'ગહેરાઈયાં' છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં અનન્યા સિવાય દીપિકા, સિદ્ધાંત, ધૈર્ય કરવા, રજત કપૂર અને નસીરુદ્દીન શાહ પણ લીડ રોલમાં છે. 'ગહેરાઈયાં'ની કહાની એક રિલેશનશિપ ડ્રામા છે, જે કોમ્પ્લેક્સ મોડર્ન રિલેશનશિપ્સની ગહેરાઈ, એડલ્ટિંગ, લેટિંગ ગો અને કોઈની 'લાઈફ પાથ' પર કંટ્રોસ કરવી આ બધી બાબતોની આસપાસ કહાની છે. આ ફિલ્મ કરણ જોહરે કો-પ્રોડ્યુસ કરી છે.