તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દીપિકાનું સેટ પર કમબેક:NCBની પૂછપરછના 14 દિવસ પછી ફિલ્મ શૂટિંગ માટે ગોવા પહોંચી, ડ્રગ્સ ચેટમાં નામ આવ્યા પછી સોશિયલ મીડિયાથી પણ દૂર છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પૂછપરછ માટે ગયા મહીને મુંબઈ આવેલી દીપિકા પાદુકોણ સેટ પર પરત પહોંચી ગઈ છે. દીપિકાએ શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ ગોવામાં ફરીથી શરુ કર્યું છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ લીડ રોલમાં છે. રિપોર્ટ પ્રમાણે, દીપિકા 8 ઓક્ટોબરે ગોવા પહોંચી અને ફિલ્મની શૂટિંગ શરુ કર્યું.

સુશાંત કેસમાં ચાલી રહેલી તપાસમાં ડ્રગ કનેક્શનમાં દીપિકાનું નામ આવતા NCBએ 24 સપ્ટેમ્બરે પૂછપરછ માટે નોટિસ મોકલી હતી. એ પછી હવે તેણે ફિલ્મોનું શૂટિંગ શરુ કરી દીધું છે, તેણે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે કુલ લાઈટ સીન શૂટ કર્યા. ડ્રગ્સ ચેટમાં નામ આવ્યા પછી દીપિકા સોશિયલ મીડિયા પર ગાયબ થઇ ગઈ છે.

લોકડાઉનને લીધે રિલીઝ ડેટ અને કામ ટળ્યું
આ ફિલ્મ માર્ચ, 2020માં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને લીધે આ કામ અટકી પડ્યું. આશરે 6 મહિના સુધી ફિલ્મનું શૂટિંગ ચાલુ નહોતું. જો કે, આ સમયગાળામાં શકુન બત્રાને ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવાનો સમય મળી ગયો. શરુઆતમાં ફિલ્મનું શૂટિંગ શ્રીલંકામાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ કોરોનાને લીધે તે શક્ય નહોતું. એ પછી ગોવામાં શૂટિંગ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મનું બાકીનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવશે.

NCBની પૂછપરછમાં ખુલાસા થયા હતા
વર્ષ 2017માં જે વોટ્સએપ ચેટમાં દીપિકાએ ‘હેશ’ અને ‘માલ હૈ ક્યાં?’ જેવી લાઈન લખી હતી તે ગ્રુપની તે જ એડમિન હતી. દીપિકા ઉપરાંત તેની મેનેજર કરિશ્મા પ્રકાશ અને રિયા ચક્રવર્તીની પૂર્વ મેનેજર જયા સહા પણ ગ્રુપ એડમિન હતી. થોડા મહિના પહેલાં જ ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ સાથે ઘણા ફેમસ સેલેબ્સ અને તેમના મેનેજર જોડાયેલા હતા. NCBને ગ્રુપની ઘણી ડ્રગ ચેટ મળી છે, જેને આધારે NCB ડ્રગ સિન્ડિકેટ ઓપરેટ કરવાનો કેસ ફાઈલ કરી શકે છે.

દીપિકાના નેક્સ્ટ પ્રોજેક્ટ
દીપિકા પાદુકોણની પાસે અત્યારે આ ફિલ્મ સિવાય કબીર ખાનની ‘83’ પણ છે, તેમાં રણવીર લીડ રોલમાં છે. તે કપિલ દેવનો રોલ પ્લે કરશે, દીપિકા કપિલની પત્ની રોમીના કેરેક્ટરમાં છે. આ ઉપરાંત હોલિવૂડ મૂવી ‘ધ ઇન્ટર્ન’ની રીમેક અને શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મમાં પણ દીપિકા લીડ રોલમાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો