જાહેરાત:દીપિકા પાદુકોણે MAMIનાં ચેરપર્સન પદેથી રાજીનામું આપ્યું, કહ્યું-‘મારા કામને લીધે જેટલું ધ્યાન આપવાનું છે તે આપી નહિ શકું’

6 મહિનો પહેલા
એક્ટ્રેસ આવતા અઠવાડિયે શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સ્ટારર ‘પઠાન’નું શૂટિંગ શરુ કરશે
  • 2019માં આમિર ખાનની પત્ની કિરણ રાવને રિપ્લેસ કરીને દીપિકાને MAMIની ચેરપર્સન બનાવી હતી

દીપિકા પાદુકોણે મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજ (MAMI) ફિલ્મ ફેસ્ટિવલના ચેરપર્સન પદેથી રાજીનામું આપ્યું છે. એક્ટ્રેસે સોમવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. રાજીનામાં આપવા પાછળનું કારણ પોતાનું કામ જણાવ્યું છે અને કહ્યું કે, ફેસ્ટિવલ પર જેટલું ધ્યાન આપવાની જરૂર છે, તેટલું આપી નહિ શકું. 2019માં આમિર ખાનની પત્ની કિરણ રાવને રિપ્લેસ કરીને દીપિકાને MAMIની ચેરપર્સન બનાવી હતી.

સ્ટેટમેન્ટમાં શું લખ્યું?
પોતાના સ્ટેટમેન્ટમાં દીપિકાએ લખ્યું છે, ‘MAMI બોર્ડ પર આવવું અને ચેરપર્સન બનવાનો અનુભવ ઘણો સારો રહ્યો. એક આર્ટિસ્ટ તરીકે દુનિયાભરનાં સિનેમા અને ટેલેન્ટને મુંબઈ લાવવાનો સફર ઘણો ઉત્સાહજનક રહ્યો. આ મારું બીજું ઘર છે. મને લાગે છે મારા હાલનાં કામને લીધે જેટલી જરૂર છે તેટલું MAMI પર ફોકસ અને અટેન્શન નહિ આપી શકું. MAMI સૌથી સારા લોકો પાસે છે અને એકેડમી સાથે મારો સંબંધ આખી જિંદગી રહેશે.’

રણબીરે પોતાને પ્રાઉડ હસબન્ડ કહ્યો
ચાર દિવસ પહેલાં એક્ટ્રેસે પોતાની વેબસાઈટ લોન્ચ કરી હતી. દીપિકાએ પોસ્ટ કરીને તેના ચાહકોને ખુશખબરી આપી હતી. રણબીર દીપિકાની વેબસાઈટ લોન્ચ પર કહ્યું, તે મારી જિંદગીની સૌથી અમેઝિંગ વ્યક્તિ છે. મને તેના પર ગર્વ થાય છે.

દીપિકાનાં અપકમિંગ પ્રોજેક્ટ્સ
ગયા વર્ષ મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં દેખાયેલી દીપિકાની અપકમિંગ ફિલ્મ ‘83’ છે. 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર બનેલી આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવ(રણવીર સિંહ)ની પત્નીના રોલમાં દેખાશે. જો દેશમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હશે તો કબીર ખાનની આ ફિલ્મ 4 જૂનનાં રોલ રિલીઝ થશે.

83 ઉપરાંત આવતા અઠવાડિયે શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સ્ટારર ‘પઠાન’નું શૂટિંગ શરુ કરશે. તેના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. શકુન બાત્રાનાં ડિરેક્શનમાં બનેલી ફિલ્મ અને રોહિત શેટ્ટીની રણવીર સિંહ સ્ટારર ‘સર્કસ’માં પણ દેખાશે.