તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ યર:દીપિકા પાદુકોણ-રણવીર સિંહ રણથંભોરના આ આલિશાન રિસોર્ટમાં નવું વર્ષ મનાવશે, જાણો એક દિવસનો ખર્ચ

સવાઈમાધોપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ રણથંભોરમાં સગાઈ કરશે તેવી ચર્ચા છે. જોકે, હજી સુધી કપૂર કે ભટ્ટ પરિવારે આ અંગે ઓફિશિયલ પુષ્ટિ કરી નથી. રણબીર કપૂર તથા આલિયા ઉપરાંત રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ પણ અહીંયા આવ્યા છે. રણબીર-આલિયા અહીંયા નવા વર્ષની ઉજવણી માટે આવ્યા હોવાની ચર્ચા છે. રણબીર તથા આલિયા અમન એ ખાસ રિસોર્ટમાં રોકાયા છે, જ્યારે રણવીર-દીપિકા વન્યવિલાસ હોટલમાં છે.

રણબીર-આલિયાની હોટલ ખાસ છે
અમન એ ખાસ હોટલમાં ઘણાં ટેન્ટ રૂમ બનાવેલા છે. આ ટેન્ટ રૂમ છ મીટર લાંબા છે. મુઘલ સ્ટાઈલમાં બનાવેલા આ ટેન્ટની અંદર તમામ પ્રકારની સગવડો ધ્યાનમાં રખાઈ છે. હોટલ તરફથી રણથંભોર નેશનલ પાર્કમાં જંગલ સફારીની તક પણ આપવામાં આવે છે.

રણવીર-દીપિકાની હોટલમાં એક દિવસનો આટલો ચાર્જ
રણવીર તથા દીપિકા રણથંભોરની વન્યવિલાસ હોટલમાં રોકાયા છે. આ હોટલમાં પણ ટેન્ટ રૂમ છે. આ હોટલ પણ મુઘલ સમયની યાદ અપાવે છે. હોટલમાં એક મોટો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે અને તેનું ટેમ્પ્રેચર કંટ્રોલ કરી શકાય છે. ચર્ચા છે કે રણવીર-દીપિકા જે રૂમમાં રોકાયા છે, તેનું એક દિવસનું ભાડું 1 લાખ 88 હજાર રૂપિયા છે. જોકે, સમય તથા રૂમની ઉપલબ્ધતાને આધારે ભાડામાં ફેરફાર થતો રહે છે.

અમન એ ખાસમાં રણબીર-આલિયા રોકાયા છે

દીપિકા-રણવીરની વન્યવિલાસ હોટલની ભવ્યતા તસવીરોમાં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો