દીપિકા પાદુકોણ તથા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ શનિવાર, 11 સપ્ટેમ્બરની રાત્રે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા રેસ્ટોરાંમાં જોવા મળ્યા હતા. આ મુલાકાતની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે. દીપિકાએ સિંધુને ડિનર માટે ઇન્વાઇટ કરી હતી. આ સમયે દીપિકાનો પતિ રણવીર સિંહ પણ હતો. રણવીરે સો.મીડિયામાં મુલાકાતની એક તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે અને કેપ્શનમાં કહ્યું હતું, 'સ્મેશિંગ ટાઇમ.'
પીવી સિંધુએ આ તસવીર પર કમેન્ટ કરતાં કહ્યું હતું, 'રણવીર-દીપિકા સાથે સમય પસાર કરવાની ઘણી જ મજા આવી. તમને બંનેને બીજીવાર મળવા ઉત્સુક છું.' રેસ્ટોરાંમાંથી બહાર આવ્યા બાદ ત્રણેયે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.
પીવી સિંધુએ ટોક્યો ઓલમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દીપિકા-રણવીરે સિંધુની જીતની ઉજવણી માટે ડિનર પર આમંત્રિત કરી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ પણ બેડમિન્ટન પ્લેયર રહ્યા છે. દીપિકા બ્લેકૃ-વ્હાઇટ ડ્રેસમાં તથા પીવી સિંધુ બૉડીકૉન વ્હાઇટ ડ્રેસમાં હતી. રણવીર પ્રિન્ટેડ વ્હાઇટ શર્ટ તથા ડેનિમમાં હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા ફિલ્મ '83'માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે 'ફાઇટર', 'પઠાણ', 'ધ ઇન્ટર્ન'માં જોવા મળશે. શકુન બત્રા તથા નાગ અશ્વિનની અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે. રણવીર સિંહ 'સર્કસ, 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા 'જયેશભાઈ જોરદાર'માં દેખાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.