દીપિકા પાદુકોણ કોરોના વાઇરસ લોકડાઉનને કારણે પતિ રણવીર સિંહ સાથે ઘરમાં જ છે. આ સમયમાં તેણે સોશિયલ મીડિયા પર પ્રોડક્ટિવિટી ઈન ટાઈમ ઓફ કોવિડ 19 નામની સીઝન શરૂ કરી છે જેમાં તે અલગ અલગ એપિસોડ શેર કરે છે. હવે પહેલી સીઝનના સાતમાં એપિસોડમાં તેણે રણવીર સિંહનો ફોટો શેર કર્યો છે. મજાની વાત એ છે કે આ ફોટોમાં રણવીર સૂતો છે અને તેના કપાળ પર હસબન્ડ લખેલ ચિઠ્ઠી લગાવવામાં આવેલ છે.
આ પોસ્ટ પર દીપિકાની બહેન અનીશા પાદુકોણે મજાક કરતાં લખ્યું કે, અત્યાર સુધીનો સૌથી સારો એપિસોડ. સ્ક્રિપ્ટરાઇટર તાળીના હકદાર છે. આ એપિસોડનું કનેક્શન અગાઉના એપિસોડ સાથે છે. છઠ્ઠા એપિસોડમાં દીપિકાએ રસોઈની સામગ્રીના નામ લખેલ ચિઠ્ઠીનો ફોટો શેર કરી લખ્યું હતું કે, યુ નો, કદાચ એ એકદમ ક્લીઅર ન હોય તો...
આ સીઝનના પાંચમાં એપિસોડમાં તેણે કેટરિના કૈફનું વાસણ સાફ કરતો વીડિયો રીપોસ્ટ કરી લખ્યું હતું કે, મને જણાવતા દુઃખ થાય છે કે સીઝન 1: એપિસોડ 5 કેન્સલ થયો છે કારણકે કેટરિના કૈફે મારો વિચાર ચોરી લીધો છે. તેણે પ્લેગેરિઝમ ઈન ટાઈમ ઓફ કોવિડ 19નો હેશટેગ પણ માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.