સુરક્ષા પાછળ લાખોનો ખર્ચ:દીપિકા પાદુકોણ બૉડીગાર્ડ જલાલને ચૂકવે છે વર્ષે 1.2 કરોડ રૂપિયા, દર વર્ષે રાખડી બાંધે છે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોલિવૂડ સ્ટાર્સ બૉડીગાર્ડ વગર ઘરની બહાર પણ નીકળતા નથી.

બોલિવૂડ સ્ટાર્સ બૉડીગાર્ડ વગર ઘરની બહાર પગ પણ મૂકતા નથી. તેઓ જ્યાં પણ જાય ત્યાં બૉડીગાર્ડ અચૂક હોય છે. આથી જ તેમની વચ્ચે ખાસ સંબંધો હોય છે. વાત જ્યારે સુપરસ્ટાર્સ સલમાન ખાન, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણની આવે તો તેઓ બૉડીગાર્ડ સાથે સ્પેશિયલ બોન્ડ રાખતા હોય છે.

દીપિકાનો બૉડીગાર્ડ જલાલ છે
દીપિકા પાદુકોણ સફળ એક્ટ્રેસમાંથી એક છે અને હાઇએસ્ટ ફી લે છે. એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. દીપિકાનો ચાહકવર્ગ બહોળો છે. દીપિકા જ્યારે પણ ઘરની બહાર પગ મૂકે ત્યારે ભીડ જમા થઈ જતી હોય છે. બૉડીગાર્ડ જલાલ દીપિકાની સુરક્ષા કરતો હોય છે.

બૉડીગાર્ડનો પગાર લાખોમાં
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા પાદુકોણ બૉડીગાર્ડ જલાલને સ્ટાફ તરીકે જોતી નથી. દીપિકા દર વર્ષે રક્ષાબંધનના દિવસે તેને રાખડી પણ બાંધે છે. જલાલ દીપિકાની સુરક્ષામાં પૂરતું ધ્યાન આપે છે. જલાલનો પગાર વાર્ષિક 80 લાખથી 1.2 કરોડ રૂપિયા છે.

લગ્નમાં જલાલના હાથમાં સુરક્ષાની વ્યવસ્થા હતી
સૂત્રો પ્રમાણે, દીપિકા તથા રણવીરે ઈટલીમાં લગ્ન કર્યા ત્યારે સુરક્ષાની તમામ જવાબદારી જલાલના માથે હતી. જલાલ સિક્યોરિટીને હેડ હતો.

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે '83', 'પઠાન', ''ધ ઇન્ટર્ન', 'ફાઇટર'માં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા અમિતાભ બચ્ચન તથા પ્રભાસ સાથે પણ ફિલ્મ કરી રહી છે. દીપિકા દ્રૌપદીના જીવન પર આધારિત એક ફિલ્મમાં પણ લીડ રોલ પ્લે કરી રહી છે.

અન્ય સ્ટાર્સના બૉડીગાર્ડની કમાણી
માત્ર જલાલ જ નહીં, બોલિવૂડ સ્ટાર્સના બૉડીગાર્ડ વર્ષે કરોડની કમાણી કરે છે. સલમાન ખાનના બૉડીગાર્ડ શેરાનો પગાર વર્ષે 2 કરોડનો છે. અનુષ્કા શર્માના બૉડીગાર્ડનો વાર્ષિક પગાર 1.2 કરોડ રૂપિયા છે. શાહરુખ ખાનનો બૉડીગાર્ડ રવિ વર્ષ 2.7 કરોડ રૂપિયા લે છે.