વાઈરલ:દીપિકા પાદુકોણ ભીડમાં ફસાઈ, અજાણી મહિલાએ પર્સ ખેંચ્યું, આ પર્સની કિંમત 1.6 લાખ રૂપિયા

મુંબઈ9 મહિનો પહેલા

ઘણીવાર સેલિબ્રિટી એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, જેના અંગે તેમણે વિચાર્યું પણ ના હોય. ચાહકો કોઈ ખાસ પ્રસંગ અથવા જગ્યાએ પોતાના ફેવરિટ સ્ટાર્સની એક ઝલક માટે ઉત્સુક હોય છે. આ ઉત્સુકતા ઘણીવાર સ્ટાર માટે મુશ્કેલી ઊભી કરી દેતી હોય છે. હાલમાં જ દીપિકા પાદુકોણ ભીડમાં ફસાઈ ગઈ હતી. આટલું જ નહીં ભીડમાંથી કોઈ અજાણી મહિલાએ દીપિકાનું પર્સ ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. દીપિકા આ પરિસ્થિતિમાં ઘણી જ ડરી ગઈ હતી.

વીડિયો વાઈરલ થયો
સો.મીડિયામાં દીપિકાનો એક વીડિયો વાઈરલ થયો છે. દીપિકા શૂટિંગ પૂરું કરીને નજીકમાં આવેલી એક રેસ્ટોરાંમાં ડિનર માટે ગઈ હતી. રેસ્ટોરાંમાંથી દીપિકા બહાર આવી તો માત્ર ફોટોગ્રાફર્સ જ નહીં, પરંતુ ચાહકોએ તેને ઘેરી લીધી હતી. આ દરમિયાન ટીશ્યૂ વેચતી કેટલીક મહિલાઓ પણ આવી ગઈ હતી. આ મહિલાઓએ દીપિકાને ટીશ્યૂ ખરીદવાનું કહ્યું હતું. જોકે, દીપિકાએ આ બધા પ્રત્યે ધ્યાન આપ્યું નહોતું અને તે પોતાની કાર તરફ આગળ વધી હતી.

આ દરમિયાન કોઈ મહિલાએ દીપિકાનું પર્સ ખેંચ્યું હતું. જોકે, દીપિકાએ પર્સ મજબૂતીથી પકડી રાખ્યું હતું એટલે વાંધો આવ્યો નહોતો. દીપિકાનું પર્સ ખેંચાતા જ સિક્યોરિટી ગાર્ડ્સ તરત જ આગળ આવી ગયા હતા અને દીપિકાને કારમાં બેસાડી દીધી હતી.

દીપિકાનાં પર્સની કિંમત 1.6 લાખ રૂપિયા
દીપિકાનાં જે પર્સને ખેંચવામાં આવ્યું હતું તે પર્સ સેન્ટ લોરેન્ટ સેન્ક ડી જોર નેનો (Saint Laurent Sac De Jour Nano) બ્રાન્ડનું છે. પર્સ પર સુંદર રીતે એમ્બ્રોડરી કરવામાં આવી હતી. આ પર્સની કિંમત 1.6 લાખ રૂપિયા છે.

હાલમાં જ દીપિકાએ પોતાની ફિલ્મ અંગે વાત કરી હતી
મેગેઝિન ફેમિના સાથેના ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, 'મેં શકુન બત્રાની ફિલ્મથી શરૂઆત કરી હતી. આ ફિલ્મ રિલેશનશિપ પર આધારિત છે. આ પહેલાં ભારતીય સિનેમામાં ક્યારેય આ રીતની ફિલ્મ આવી નથી. પછી 'પઠાન' એક્શન ફિલ્મ શાહરુખ ખાન છે. ત્યરાબાદ નાગ અશ્વિનની ફિલ્મ પ્રભાસ સાથે છે.'

વધુમાં દીપિકાએ કહ્યું હતું, 'ત્યારબાદ હું એન્ને હાથવેની ફિલ્મ 'ધ ઈન્ટર્ન'ની હિંદી રીમેકમાં કામ કરીશ. આ ફિલ્મ હાલના સમયે યોગ્ય છે. ત્યારબાદ હું 'મહાભારત'માં દ્રૌપદીનો રોલ પ્લે કરીશ.'

આ ઉપરાંત દીપિકા બોલિવૂડ એક્ટર રીતિક રોશન સાથે પહેલી જ વાર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે. આ એક્શન ફિલ્મમાં દીપિકા જબરજસ્ત સ્ટંટ સીન્સ કરશે. આ ફિલ્મ 2022માં 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ભીડમાં ફસાયેલી દીપિકાનો વીડિયો

અન્ય સમાચારો પણ છે...