નવા વર્ષે દીપિકાએ ચોંકાવ્યા:દીપિકા પાદુકોણે બધી સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કર્યા બાદ નવા વર્ષે પહેલી ઓડિયો પોસ્ટ મૂકી, સાંભળો દીપિકાના જ અવાજમાં તેનો મેસેજ

2 વર્ષ પહેલા

દીપિકા પાદુકોણે પોતાના બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી બધી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર તેણે 2020ના અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરે (ગુરુવારે) આ ડગલું ભર્યું. ત્યારબાદ ઘણા અંદાજા લગાવવાના શરૂ થઇ ગયા હતા. હવે દીપિકાએ સોશિયલ મીડિયા પર વર્ષની અને અકાઉન્ટ પરની પહેલી પોસ્ટ શેર કરી છે.

દીપિકાએ તેની ઓડિયો ડાયરી શરૂ કરી છે જેમાં તે તેના વિચારો, લાગણી શેર કરવાની છે. તેણે 2020 વર્ષ વિશે વાત કરીને આભાર માન્યો છે. 2021 માટે પોતાના અને પોતાની આસપાસના લોકોની સારી હેલ્થ માટે કામના કરી છે. તેણે લખ્યું કે, 'આ 1.1.2021 છે. બધાને હેપ્પી ન્યૂ યર. તમે શેના માટે આભારી છો?'

વિવિધ અંદાજાઓ
થોડા દિવસ અગાઉ ફરાહ ખાન અને વિક્રાંત મેસી સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હેક થયા હોવાના ન્યૂઝ આવ્યા હતા. માટે ઘણા લોકો અંદાજો લગાવી રહ્યા છે કે શું દીપિકા પણ સાઇબર ક્રાઇમનો શિકાર થઇ છે. અથવા પછી તે નવા વર્ષમાં એન્ટ્રી ક્લીન સ્લેટ સાથે લેવા ઇચ્છતી હતી.

રણથંભોરમાં વેકેશન મનાવી રહી છે દીપિકા
દીપિકા હાલ રાજસ્થાનના રણથંભોરમાં પતિ રણબીર સિંહ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બંનેએ નવા વર્ષનું સેલિબ્રેશન ત્યાં જ કર્યું. આ સાથે જ તેમણે ત્યાં હાજર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને રિધ્ધિમા કપૂર સહિત અન્ય સેલેબ્સની પણ મુલાકાત લીધી.

'83'માં દેખાશે દીપિકા પાદુકોણ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે મેઘના ગુલઝારની 'છપાક'માં દેખાઈ હતી. તેની આગામી ફિલ્મ '83' છે. ડિરેક્ટર કબીર ખાનની ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મમાં તે કપિલ દેવ (રણવીર સિંહ)ની પત્નીના રોલમાં છે. આ સિવાય તે શકુન બત્રાની ફિલ્મમાં દેખાશે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ લીડ રોલમાં છે. નાગ અશ્વિનની પ્રભાસ સ્ટારર અપકમિંગ ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં હશે, જેમાં અમિતાભ બચ્ચન પણ કાસ્ટ થયા છે.