બર્થડે પાર્ટી:દીપિકાની બર્થડે પાર્ટીમાં રણબીર- આલિયા સહિત ઘણાં સેલેબ્સે હાજરી આપી, જુઓ રસપ્રદ તસવીરો

2 વર્ષ પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મંગળવારે પોતાનો 35મો જન્મદિવસ પતિ રણવીર સિંહ અને તેના અમુક ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યો હતો. તેની બર્થડે પાર્ટીમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, અનન્યા પાંડે, ઈશાન ખટ્ટર સહિત ઘણાં સેલેબ્સ સામેલ હતાં. દીપિકાની આ બર્થડે પાર્ટીના વિડિયો અને ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. રણવીરે દીપિકાની આ બર્થડે પાર્ટી મુંબઈની એક રેસ્ટરાંમાં રાખી હતી.

દીપિકાએ રણવીર સાથે કેક કટ કરી. બંનેએ સાથે ઘણા ફોટોઝ પણ ક્લિક કરાવ્યા. પાર્ટી દરમિયાન બધાં સેલેબ્સે માસ્ક પણ પહેર્યાં હતાં. આ પાર્ટી પહેલાં દીપિકા પતિ રણવીર સાથે બ્રન્ચ ડેટ માટે પણ ગઈ હતી. ત્યાર બાદ ખરીદી કરવા માટે બંને બાંદ્રાની માર્કેટમાં પણ ગયાં હતાં. એના પણ અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

આલિયા ભટ્ટ, તેની બહેન શાહીન ભટ્ટ અને બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે.
આલિયા ભટ્ટ, તેની બહેન શાહીન ભટ્ટ અને બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે.
યંગ એક્ટર્સ અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી.
યંગ એક્ટર્સ અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરે પણ પાર્ટીમાં હાજરી આપી હતી.
ફિલ્મમેકર્સ અયાન મુખર્જી, કરણ જોહર અને શકુન બત્રા પણ દીપિકાને વિશ કરવા પહોંચ્યા.
ફિલ્મમેકર્સ અયાન મુખર્જી, કરણ જોહર અને શકુન બત્રા પણ દીપિકાને વિશ કરવા પહોંચ્યા.
રણવીરની બહેન રિતિકા ભવનાની ભાભીની બર્થડે પાર્ટીમાં આવી હતી, રાઇટર અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ તેની પત્ની સાથે.
રણવીરની બહેન રિતિકા ભવનાની ભાભીની બર્થડે પાર્ટીમાં આવી હતી, રાઇટર અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ તેની પત્ની સાથે.

બર્થડે પણ રણવીરે પત્ની દીપિકા સાથેનો એક રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો. ફોટો શેર કરીને રણવીરે લખ્યું, બીવી નંબર 1. આ સિવાય રણવીરે દીપિકાના બાળપણનો એક ફોટો પણ શેર કર્યો. આ ફોટો શેર કરીને રણવીરે લખ્યું, મારી જાન, મારી લાઈફ, મારી ગુડિયા, હેપ્પી બર્થડે.