તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન:દીપિકાની સાડા પાંચ, સારાની પાંચ અને શ્રદ્ધાની છ કલાક સુધી NCBએ પૂછપરછ કરી

મુંબઈ8 મહિનો પહેલા

ડ્રગ્સ કેસમાં NCBના રડાર પર રહેલી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની આજે, 26 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવશે. ડ્રગ્સ કેસમાં સામે આવેલાં નામમાં દીપિકા પાદુકોણ સૌથી મોટી સેલિબ્રિટી છે. તે બોલિવૂડમાં એ-લિસ્ટેડ એક્ટ્રેસિસમાં સામેલ છે. દીપિકા પાદુકોણની NCBના ગેસ્ટ હાઉસમાં સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સારા અલી ખાનની અંદાજે પાંચ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂરની છ કલાક સુધી પૂછપરછ થઈ હતી. દીપિકાએ ડ્રગ્સ ચેટની વાત સ્વીકારી લીધી છે. શ્રદ્ધા-સારાએ ડ્રગ્સ લેવાનો ઈનકાર કર્યો હતો.

શ્રદ્ધાએ કહ્યું, સુશાંત ડ્રગ્સ લેતો હતો
સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો હતો કે પૂછપરછમાં શ્રદ્ધાએ ડ્રગ્સની વાત કબૂલી હતી, પરંતુ તેણે ડ્રગ્સ લેવાની વાતનો ઈનકાર કર્યો હતો. શ્રદ્ધાએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેણે વેનિટી વેનમાં સુશાંતને ડ્રગ્સ લેતા જોયો હતો. 'છિછોરે'ની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો પરંતુ તેણે ડ્રગ્સ લીધું નહોતું.

સારાએ કહ્યું, સુશાંત સાથે રિલેશનશિપમાં હતી
સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે સારાએ NCBની પૂછપરછમાં કહ્યું હતું કે 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ હતી. ફિલ્મના શૂટિંગ બાદ તે સુશાંતના કેપ્રી હાઉસના ઘરમાં રહેવા જતી રહી હતી. બંને પાંચ દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આયલેન્ડમાં ગયા હતા અને અહીંયા પાર્ટી કરી હતી. સારાએ કહ્યું હતું કે સુશાંત શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેતો હતો.

દીપિકાની સાડા પાંચ કલાક પૂછપરછ
NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રા તથા તેમની ટીમ દીપિકાની પૂછપરછ કરી હતી. સૌ પહેલાં દીપિકાને ડ્રગ્સ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દીપિકાની મેનેજર કરિશ્માને સામસામે બેસાડીને પૂછપરછ કરાઈ રહી છે. NCB દીપિકાના કેટલાંક સવાલોના જવાબથી સંતુષ્ટ નથી. દીપિકાની NCBની પાંચ અધિકારીઓની ટીમે પૂછપરછ કરી હતી. આ પાંચ અધિકારીમાં એક મહિલા અધિકારી પણ સામેલ હતાં. NCBના અધિકારીઓએ દીપિકાનો ફોન એક બાજુ મુકાવી દીધો હતો.

કરન જોહરના પૂર્વ અધિકારીની ધરપકડ
કરણ જોહરના પૂર્વ કર્મચારી ક્ષિતિજ પ્રસાદની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ક્ષિતિજ પ્રસાદના ઘરે NCBએ દરોડા પાડીને થોડી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. NCBએ ક્ષિતિજ પ્રસાદની 24 કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી.

હવે કેપીએસ મલ્હોત્રા હવે સારા-શ્રદ્ધાની પૂછપરછ કરશે
કેપીએસ મલ્હોત્રાએ પહેલા NCBના ગેસ્ટહાઉસમાં દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. દીપિકાની પૂછપરછ કર્યા બાદ તેઓ ગેસ્ટહાઉસમાંથી નીકળી ગયા હતા. માનવામાં આવે છે કે હવે તેઓ NCBની ઓફિસમાં જઈને સારા તથા શ્રદ્ધાની પૂછપરછ કરશે.

સુશાંત કેસમાં સારા-શ્રદ્ધાની પૂછપરછ
સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ સુશાંત સિંહ રાજપૂત મોત કેસના સંદર્ભે થઈ રહી છે. આ બંનેની પૂછપરછ સમીર વાનખેડે, મહિલા કોન્સ્ટેબલ તથા એક અન્ય અધિકારી રહી રહ્યા છે. બંનેને સુશાંતની આઈલેન્ડ પાર્ટી, CBD ઓઈલ તથા ડ્રગ્સ અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે.

સારા અલી ખાન એક વાગે NCBની ઓફિસ આવી હતી
સારા અલી ખાન એક વાગે NCBની ઓફિસ આવી હતી

લીગલ ટીમની સલાહ લીધી
NCBની ઓફિસ સારા તથા શ્રદ્ધા 10.30 વાગે આવવાના હતી પરંતુ બંનેએ NCBના અધિકારીઓ સમક્ષ સમય માગ્યો હતો. સારા તથા શ્રદ્ધાએ પોતાની લીગલ ટીમની સલાહ લેવા માટે NCB પાસેથી સમય માગ્યો હતો. NCBએ બંનેને પરવાનગી આપી છે. સારાએ પોતાની માતા અમૃતા સિંહની સાથે લીગલ ટીમ સાથે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી સલાહ લીધી હતી.

શ્રદ્ધા 11.45 વાગે NCBની ઓફિસ પહોંચી ગઈ હતી.
શ્રદ્ધા 11.45 વાગે NCBની ઓફિસ પહોંચી ગઈ હતી.

દીપિકા લખીને સ્ટેટમેન્ટ નહીં આપે
રિયા તથા રકુલ પ્રીત સિંહે NCBને લેખિત સ્ટેટમેન્ટ આપ્યું હતું. જોકે, દીપિકા લેખિતમાં સ્ટેટમેન્ટ આપશે નહીં. દીપિકા જે બોલશે, તેને ટાઈપ કરવામાં આવશે અને આ કાગળ પર દીપિકાની સહી લેવામાં આવશે.

દીપિકાની NCB ગેસ્ટ હાઉસમાં તો સારા-શ્રદ્ધાની NCBની ઓફિસમાં પૂછપરછ
NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ થઈ રહી છે. જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCBની ઓફિસમાં પૂછપરછ થશે. શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનની પૂછપરછ NCB અધિકારી સમીર વાનખેડે કરશે.

દીપિકા 9.45 વાગે NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી
દીપિકા 9.45 વાગે NCBના ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી

દીપિકા-સારા-શ્રદ્ધાને આ સવાલો પૂછવામાં આવી શકે છે

દીપિકાને આ પાંચ સવાલ પૂછવામાં આવી શકે છેઃ
1. શું તમે ક્યારેય ડ્રગ્સ લીધું હતું અથવા તો ખરીદ્યું હતું? જો હા તો ક્યાંથી અને કેવી રીતે?
2. તમારો મોબાઈલ નંબર કન્ફર્મ કરો. કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા સાથેની ચેટ તમારી છે કે નહીં?
3. તમે કરિશ્માને ક્યારથી ઓળખો છો? તમારી કેવી રીતે મુલાકાત થઈ?
4. તમે ક્યારેય ડ્રગ્સની વ્યવસ્થા કરવાની વાત કહી હતી અને કેટલીવાર ડ્રગ્સ ખરીદવા માટે કહ્યું હતું? તમે ડ્રગ્સ પોતાના માટે ખરીદ્યું કે અન્ય કોઈ માટે?
5. તમે કરિશ્માને પેમેન્ટ કર્યું હતું? હા તો પેમેન્ટ મોડ શું હતો? કોકો રેસ્ટોરાંમાં જે પાર્ટી થઈ તેમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

સારા અલી ખાનને આ સવાલો પૂછાઈ શકે છે
1. તમારો મોબાઈલ નંબર કન્ફર્મ કરો. સુશાંત સિંહ રાજપૂત સાથે કેવી રીતે મુલાકાત થઈ અને તેની સાથે શું સંબંધ હતો?
2. સુશાંત ફિલ્મ 'કેદારનાથ'ના સમયથી ડ્રગ્સ લઈ રહ્યો હતો? તમે તેની સાથે ક્યારેય ડ્રગ્સ લીધું હતું?
3. શું તમે સુશાંત સાથે થાઈલેન્ડ ગયા હતા? તમે ત્યાં ડ્રગ્સ લીધું હતું અથવા તમારી ટીમમાંથી કોઈએ આમ કર્યું હતું?
4. પાવના સ્થિત ફાર્મ હાઉસ પર તમે સુશાંત સાથે કેટલીવાર ગયા હતા? શું તમે એવી કોઈ પાર્ટીમાં સામેલ થયા હતા, જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હોય?
5. શું તમે ક્યારેય પોતાના માટે ડ્રગ્સ ખરીદ્યું હતું? કરમજીત ઉર્ફે કેજે નામની કોઈ વ્યક્તિને ઓળખો છો? શું તે તમારી પાસે ડ્રગ્સ લઈને આવ્યો હતો?

શ્રદ્ધા કપૂરને આ સવાલો પૂછાઈ શકે છે
1. સુશાંત તથા રિયા સાથે પહેલી મુલાકાત કેવી રીતે અને ક્યા થઈ હતી? તમે ક્યારેય રિયા તથા સુશાંતને ડ્રગ્સ લેતા જોયાં હતાં?
2. 2 માર્ચ, 2019ના રોજ પાવનામાં ફિલ્મ 'છિછોરે'ની પાર્ટી હતી. તમે તેમાં ગયા હતા? હા તો તે પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો અને તમે ડ્રગ્સ લીધું હતું?
3. જયા સાહા સાથે કેવી રીતે મુલાકાત થઈ? SLB કોણ છે, જેને તમે મળવા માગતા હતા અને કેમ? તેની સાથે મુલાકાત થઈ હતી? હા તો કેટલી વાર?
4. શું તમે CBD ઓઈલ ડ્રગ્સ લીધું હતું અથવા મગાવ્યું હતું? જયા કયા જિંદલ દ્વારા તમને CBD ઓઈલ મોકલવાની વાત કરતી હતી?
5. શું તમે ક્યારેય પોતાના માટે ડ્રગ્સ ખરીદ્યું હતું? કરમજીત ઉર્ફે કેજે નામની કોઈ વ્યક્તિને ઓળખો છો? શું તે તમારી પાસે ડ્રગ્સ લઈને આવ્યો હતો?

દીપિકાની મેનેજર કરિશ્માએ શું ખુલાસા કર્યા?
થોડાં સમય પહેલાં દીપિકા-કરિશ્માની 28 ઓક્ટોબર, 2017ની વ્હોટ્સએપ ચેટ વાઈરલ થઈ હતી. હવે આ ચેટ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે, આ વ્હોટ્સએપ ગ્રુપમાં ત્રણ લોકો સામેલ હતા, જેમાં દીપિકા, મેનેજર કરિશ્મા પ્રકાશ તથા જયા સાહા હતા. આ ગ્રુપની એડમિન દીપિકા પાદુકોણ પોતે જ હતી. 2017માં બનેલું ગ્રુપ થોડાં દિવસ પહેલાં જ ડિલિટ કરી નાખવામાં આવ્યું છે. સૂત્રોના મતે, આ ગ્રુપમાં દીપિકાની મેનેજર કરિશ્મા તથા રિયાની મેનેજર જયા સાહા મેમ્બર હતા. તપાસ એજન્સીને આ ગ્રુપની અનેક ડ્રગ ચેટ મળી હતી. આને આધારે NCB એક સિન્ડિકેટ ચલાવવાનો કેસ દાખલ કરી શકે છે.

વ્હોટ્સએપ ચેટમાં દીપિકા એડમિન હતી
વ્હોટ્સએપ ચેટમાં દીપિકા એડમિન હતી

કરિશ્માએ સ્વીકાર્યું, દીપિકાએ જ તેને આ ગ્રુપમાં સામેલ કરી હતી
NCBની પૂછપરછમાં કરિશ્મા પહેલા રડવા લાગી હતી. ત્યારબાદ તેની સામે પુરાવા રાખવામાં આવ્યા તો કરિશ્માએ એક્ટ્રેસ અંગે મોટા ખુલાસા કર્યા છે. સૂત્રોના મતે, કરિશ્માએ એમ કહ્યું હતું કે દીપિકાએ આ ગ્રુપમાં તેને જબરજસ્તી સામેલ કરી હતી.

ગ્રુપમાં 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત બે ગ્રુપ એડમિન હતા
સૂત્રોના મતે, આ ગ્રુપમાં કુલ 12 સભ્યો હતા, દીપિકા ઉપરાંત 2 અન્ય સભ્યો એડમિન હતા. કરિશ્માએ પોતાની પૂછપરછમાં કહ્યું હતું કે તે જયા સાહાના હાથ નીચે કામ કરતી હતી અને અનેકવાર દીપિકા સાથે વાત થઈ હતી. જયા તથા દીપિકાની મુલાકાત પણ તેણે જ કરાવી હતી. કરિશ્માએ દીપિકા માટે ડ્રગ્સ ખરીદવાની વાત સ્વીકારી છે. આ ગ્રુપની ચેટ એ વાત સાબિત કરે છે કે અનેક સેલિબ્રિટીઝ ડ્રગ્સ ખરીદવા માટે પોતાના સ્ટાફ કે મેનેજરનો ઉપયોગ કરે છે.

દીપિકાએ મેનેજર પર દબાણ બનાવ્યું
રિપબ્લિક ટીવીના રિપોર્ટ પ્રમાણે, દીપિકાએ પોતાની મેનેજર કરિશ્મા પ્રકાશ પર દબાણ બનાવ્યું હતું કે તે NCB સમક્ષ અન્ય કોઈ ઘટસ્ફોટ ના કરે અને કોઈ માહિતી ના આપે. ચેનલના અહેવાલ પ્રમાણે, દીપિકાને શંકા છે કે તેની મેનેજર તથા ક્વાન કંપનીના કર્મચારીઓએ જ NCB સામે ડ્રગ સીક્રેટ્સ સાથે જોડાયેલા રહસ્યો ઉજાગર કર્યા છે અને તેમણે જ ડ્રગ ચેટ લીક કરી છે. કરિશ્મા પ્રકાશને પણ સમન પાઠવાવમાં આવ્યું હતું પરંતુ તેણે તબિયતનું બહાનું બતાવીને 25 સપ્ટેમ્બર પછી પૂછપરછ માટે આવવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો