ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 8ને બદલે 10 ફ્રેન્ચાઇઝી ટીમ હશે. બે નવી ફ્રેન્ચાઇઝી ટીમ આ વર્ષે IPL સાથે જોડાશે અને આવતા વર્ષે મેદાનમાં રમવા ઉતરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હાલમાં જ કહ્યું હતું કે બે નવી ફ્રેન્ચાઇઝી માટે બોલી મગાવવામાં આવી છે, કારણ કે આવતા વર્ષે ખેલાડીઓનું મેગા ઓક્શન થવાનું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહે નવી IPL ટીમ માટે બોલી લગાવી છે. આ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના કેપ્ટન રહી ચૂકેલા દિનેશ કાર્તિકે જર્સી અંગે બંનેની મજાક કરી હતી.
'આઉટલુક'ના રિપોર્ટ પ્રમાણે, દીપિકા તથા રણવીર સિંહે પણ બોલી લગાવી છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ તથા IPLના સંબંધ જૂનો છે. IPLમાં શાહરુખ-જૂહીની KKR ટીમ છે અને પ્રીટિ ઝિન્ટા પંજાબ કિંગ્સની માલિક છે.
દિનેશ કાર્તિકે મજાક કરી
ચાહકોએ પણ જર્સી અંગે પોસ્ટ શૅર કરી
બોર્ડને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા ટકોર કરાઈ હતી
IPLની ગવર્નિંગ કાઉન્સિલે 31 ઓગસ્ટના રોજ રિફંડપાત્ર ટેન્ડર ફીની ચુકવણી સામે ઉપલબ્ધ ટેન્ડર દસ્તાવેજ માટે ડોક્યુમેન્ટ જાહેર કર્યા હતા. 2022ની IPL ટીમ ખરીદવામાં રસ ધરાવતા પક્ષોએ BCCIને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા વિનંતી કરી હતી. 10 ઓક્ટોબરના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે IPL ટીમની ખરીદીમાં સામેલ રસ ધરાવતા પક્ષોએ બોર્ડને ટેન્ડર ખરીદવાની તારીખ વધારવા કહ્યું હતું.
ગવર્નિંગ કાઉન્સિલના જણાવ્યા મુજબ, ITT માટે રસ ધરાવતા પક્ષોએ બિન-પરતપાત્ર ટેન્ડર ફી અને તેના પર લાગુ કોઈપણ ટેક્સ તરીકે 10 લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. આમંત્રણ દસ્તાવેજમાં દર્શાવેલી અન્ય તમામ શરતો પણ લાગુ પડશે. રસ ધરાવતા પક્ષો ittipl2021@bcci.tv પર ઇમેઇલ કરીને ITT ખરીદવા માટે વધુ માહિતી મળી જશે.
આ લોકો ટેન્ડર ડોક્યુમેન્ટ ખરીદ્યા
દુબઈમાં 25 ઓક્ટોબરે નવી ટીમોનાં નામની જાહેરાત કરાશે
IPLની આગામી સીઝનમાં બે નવી ટીમ ઉમેરાઈ જશે, એટલે કે 2022થી 10 ટીમ આ લીગમાં રમશે. આ ટીમને ખરીદવા માટે માન્ચેસ્ટર યુનાઈટેડ જેવી મોટી ફૂટબોલ ક્લબના માલિક ગ્લેજર ફેમિલી અને ફોર્મ્યુલા-1ના માલિક સીવીસી પાર્ટનર પર રેસમાં સામેલ થઈ ગયા છે. ટીમ ખરીદવા માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર હતી. BCCIએ ટેન્ડર માટે અરજી જમા કરવાની છેલ્લી તારીખ 1 ઓગસ્ટ નક્કી કરી હતી. તેને આગળ વધારી 10 ઓક્ટોબર કરાઈ હતી. પછી ત્રીજી વખત છેલ્લી તારીખને આગળ વધારતાં 20 ઓક્ટોબર કરાઈ હતી. જ્યારે અરજી ફોર્મ ખરીદવાની ફી 10 લાખ રૂપિયા નક્કી કરાઈ હતી, જે રિફંડ નહીં થાય. નવી ટીમના માલિકની જાહેરાત 25 ઓક્ટોબરે દુબઈમાં કરાશે. BCCIએ ટીમની બેઝ પ્રાઈઝ 2 હજાર કરોડ રૂપિયા નક્કી છે. નિયમો અનુસાર જો કોઈ વિદેશી કંપની બોલી જીતવામાં સફળ થાય તો તેણે ભારતમાં એક કંપની ખોલવી જ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.