તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:દીપિકા પાદુકોણ સિરિયલની જબરદસ્ત ચાહક, સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી

મુંબઈ3 મહિનો પહેલા

ટીવીની સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોની ફેવરિટ છે. આ શો સાથે જોડાયેલા દરેક કલાકાર ચાહકોમાં લોકપ્રિય છે. બોલિવૂડ સ્ટાર્સને પણ આ સિરિયલ ગમે છે. હાલમાં જ દીપિકા પાદુકોણે આ શો અંગે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી.

શું કહ્યું દીપિકાએ?
દીપિકાએ સો.મીડિયામાં ક્વેશ્ચન-આન્સર સેશન રાખ્યું હતું. આ દરમિયાન એક ચાહકે એક્ટ્રેસને સવાલ કર્યો હતો કે તે કયા ટીવી શોને રેકમેન્ડ કરવા ઈચ્છે છે? જવાબમાં દીપિકાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'ફ્લીબેગ', 'ટેડ લાસો', 'ફ્રેન્ડ્સ ફોરએવર' તથા 'યુફોરિયા' શો જોવાનું કહ્યું હતું.

સિરિયલમાં ફિલ્મનો પ્રચાર કરી ચૂકી છે
દીપિકાએ આ પહેલાં પણ 'તારક મહેતા...'નો પ્રચાર કર્યો હતો. તેણે સિરિયલમાં પોતાની ફિલ્મનું પ્રમોશન પણ કર્યું છે. રણવીર સિંહે પણ આ શોમાં પોતાની ફિલ્મનો પ્રચાર કર્યો છે. નોંધનીય છે કે આ સિરિયલ 2008થી શરૂ થઈ હતી. આ સિરિયલનાં દરેક પાત્ર ઘેર-ઘેર લોકપ્રિય છે.

હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી
આલિયા ભટ્ટ-રણબીર કપૂરના 14 એપ્રિલે લગ્ન હતા. આ દરમિયાન દીપિકા મુંબઈ બહાર જતી રહી હતી. 17 એપ્રિલ, રવિવારે દીપિકા પાદુકોણ મુંબઈ પરત ફરી હતી. આ દરમિયાન તે સેમી ફોર્મલ લુકમાં ઘણી જ સુંદર લાગતી હતી. તેના હાથમાં 2.14 લાખની લુઇસ વિટનની હેન્ડ બેગ જોવા મળી હતી.

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે 'ગેહરાઇયા'માં જોવા મળી હતી. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી હતા. હવે દીપિકા એક્ટર શાહરુખની સાથે 'પઠાન', પ્રભાસની સાથે અનટાઇટલ્ડ મૂવી, 'ધ ઇન્ટર્ન, 'ફાઇટર'માં જોવા મળશે. દીપિકા 'મહાભારત' પર આધારિત ફિલ્મ પણ પ્રોડ્યુસ કરવાની છે. આ ફિલ્મમાં તે દ્રૌપદીનું પાત્ર ભજવશે.