ટ્રોલ્સના નિશાને:દીપિકાએ જિયા ખાન અને પ્રિયંકા ચોપરાના પિતાના બેસણામાં પહેરેલા કપડાંની હરાજી કરી, વાંકદેખાઓને ચેરિટી સામે પણ વાંધો પડ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • દીપિકાએ કપડાંની હરાજીમાં જે કમાણી થઈ તે 'લિવ લવ લાફ' ફાઉન્ડેશનને ડોનેટ કરી છે.

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક પછી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, હાલમાં દીપિકા અન્ય કારણોને લીધે ચર્ચામાં છે. દીપિકા પોતાના કપડાંને કારણે લોકોની ટીકાનો ભોગ બની છે. દીપિકાએ થોડાં દિવસ પહેલાં પોતાના જૂના કપડાંની હરાજી કરી છે. દીપિકા આ કપડાંની હરાજીમાંથી મળેલી રકમ 'લિવ લવ લાફ ફાઉન્ડેશન'ને ડોનેટ કરી હતી.

દીપિકાએ પ્રેયર મીટમાં પહેરેલા કપડાં હરાજીમાં મૂક્યા
દીપિકાએ જે બે કપડાં હરાજીમાં વેચ્યા હતા, તે બંને કપડાં તેણે 2013માં જિયા ખાનની તથા પ્રિયંકા ચોપરાના પિતા અશોક ચોપરાની પ્રેયરમીટમાં પહેર્યા હતા. આ જ કારણે દીપિકા ટ્રોલ્સના નિશાને આવી છે.

શું કહ્યું સો.મીડિયા યુઝરે?
સો.મીડિયામાં શરણ્યા શેટ્ટી નામની યુઝરે કહ્યું હતું, 'મને ઘણો જ આઘાત લાગ્યો. મારી ફેવરિટ દીપિકા પાદુકોણે પોતાના 2013માં પહેરેલા કપડાંની હરાજી કરી હતી. આ કપડાં ડિઝાઇન નથી. તેણે 2013માં આ કપડાં અલગ અલગ અંતિમ સંસ્કારમાં પહેર્યા હતા.' આ પોસ્ટ બાદ સો.મીડિયા યુઝર્સ દીપિકા પર ગુસ્સે થયા હતા અને અલગ અલગ પોસ્ટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અનેક યુઝરે કમેન્ટ્સ કરી
એક યુઝરે કહ્યું હતું, 'એમ કહીને આને યોગ્ય ના ગણાવતા કે આ ચેરિટી માટે કરવામાં આવ્યું છે. તે આને દાનમાં પમ આપી શકતી હતી.' અન્ય એક યુઝરે કહ્યું હતું, '14-14 વર્ષ જૂના ઝારાના જૂતા તથા કપડાં નીલામ કરવાનો શું અર્થ? તમે કોઈ હાઉસહેલ્પ કે જરૂરિયાતમંદ લોકોને પમ આપી શકો છો.'

2015માં ફાઉન્ડેશન શરૂ કર્યું હતું
દીપિકાએ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા બાદ 2015માં 'લિવ લવ લાફ ફાઉન્ડેશન' શરૂ કર્યું હતું. આ ફાઉન્ડેશન ડિપ્રેશન પીડિત લોકોની મદદ કરે છે. એક સમયે દીપિકા પણ ડિપ્રેશનમાં સરી પડી હતી. આ જ કારણથી દીપિકાએ ફાઉન્ડેશન સ્થાપીને લોકોની મદદ કરવાનું નક્કી કર્યું હતું.

આ ફિલ્મમાં જોવા મળશે
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે '83'માં પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ ભારતે પહેલી વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. ફિલ્મમાં રણવીરે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી છે. દીપિકાએ રૂમી ભાટિયાનો રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ કોરોનાને કારણે હજી સુધી થિયેટરમાં રિલીઝ થઈ નથી. દીપિકાએ તાજેતરમાં જ શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી છે.

દીપિકા એક્ટર અમિતાભ બચ્ચન તથા પ્રભાસ સાથે એક ફિલ્મમાં જોવા મળશે. અમિતાભ સાથે ફિલ્મ 'ધ ઇન્ટર્ન'માં પણ દીપિકા કામ કરી રહી છે. રીતિક રોશન સાથે દીપિકા પહેલી જ વાર 'ફાઇટર'માં જોવા મળશે. દીપિકા દ્રૌપદીના જીવન પર આધારિત ફિલ્મમાં જોવા મળશે.

ચર્ચા છે કે દીપિકાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બૈજુ બાવરા'માંથી પડતી મુકાઈ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાએ આ ફિલ્મ માટે રણવીર સિંહ જેટલી જ ફી માગી હતી અને ભણસાલીએ એટલી ફી આપવાની ના પાડી દીધી હતી.