ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોનાનો કહેર:દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ, ત્રણેય એક્ટર હોમ આઇસોલેશનમાં

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી, મિત્ર ગઢવી, દીક્ષા જોશી, હેમાંગ દવેઃ ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાબેથી, મિત્ર ગઢવી, દીક્ષા જોશી, હેમાંગ દવેઃ ફાઇલ તસવીર
  • ત્રણેય કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી

ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દીક્ષા જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરી હતી
દીક્ષાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, '2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..'

દીક્ષા જોષી.
દીક્ષા જોષી.

દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દીક્ષાએ ફિલ્મ 'લકીરો'નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રોનક કામદાર, શિવાની જોષી, નેત્રી ત્રિવેદી મહત્ત્વના રોલમાં છે. આ ગુજરાતી ફિલ્મમાં જાઝ મ્યૂઝિકને પહેલી જ વાર એક્સપ્લોર કરવામાં આવ્યું છે.

હેમાંગ દવે પણ પોઝિટિવ
ગુજરાતી એક્ટર હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.'

હેમાંગ દવે.
હેમાંગ દવે.

નોંધનીય છે કે હેમાંગ દવે પોતાના નેકસ્ટ પ્રોજેક્ટ માટે ગુજરાતભરમાં ફર્યો હતો. હેમાંગ દવે 'મેડલ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ધવલ શુક્લએ ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં મૌલિક નાયક, જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા છે.

મિત્ર ગઢવીએ કહ્યું, કોરોના પોઝિટિવ છું
'છેલ્લો દિવસ' ફૅમ એક્ટર મિત્ર ગઢવીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મિત્ર ગઢવીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, પહેલી જાન્યુઆરીએ મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવું વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેક પેઇન, ગળામાં દુખાવો અને મને ખ્યાલ નથી કે હળવા લક્ષણો છે કે નહીં, તો મહેરબાની કરીને તમે જાતે કંઈ પણ ધારી ના લેતા કે હું આમ કહેવા માગું છું. હાલમાં મારી તબિયત ઠીક છે અને હું આઇસોલેટેડ છું. મારા ડૉક્ટરે આપેલા તમામ પ્રોટોકોલનું પાલન કરું છું. સાવેચત રહો. માસ્ક પહેરો.'

મિત્ર ગઢવીની સો.મીડિયા પોસ્ટ.
મિત્ર ગઢવીની સો.મીડિયા પોસ્ટ.

મિત્ર ગઢવી થિયેટર તથા ગુજરાતી સિનેમાનો જાણીતો એક્ટર છે. મિત્ર ગઢવીએ 'બસ એક ચાન્સ', 'દાવ થઈ ગયો યાર' તથા 'શું થયું?' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

રોનક કામદારે કહ્યું, મને કોરોના નથી થયો
ઉલ્લેખનીય છે કે ગુજરાતી એક્ટર રોનક કામદારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેને કોરોના થયો નથી. તેણે પોતાનો RT-PCRનો રિપોર્ટ પણ શૅર કર્યો હતો. આ રિપોર્ટ નેગેટિવ હતો.

રોનક કામદારની સો.મીડિયા પોસ્ટ.
રોનક કામદારની સો.મીડિયા પોસ્ટ.

રોનક કામદારે કહ્યું હતું, 'હું તમારી ચિંતા સમજી શકું છું, પરંતુ મારો રિપોર્ટ બેવાર નેગેટિવ આવ્યો છે. મહેરબાની કરીને અફવા ફેલાવતા પહેલાં ન્યૂઝ કન્ફર્મ કરો.'