1995માં બનેલી કુલી નંબર વનની રીમેકને ભલે મિક્સ રિએક્શન મળ્યા હોય પણ 25 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ લોકોને ગમી છે. ફિલ્મના ડિરેક્ટર ડેવિડ ધવન છે. તેમણે 1995માં પણ આ ફિલ્મને ડિરેક્ટ કરી હતી. રીમેકમાં તેમનો દીકરો વરુણ ધવન અને એક્ટ્રેસ સારા અલી ખાન છે. ફિલ્મમાં બંનેનાં એક કિસિંગ સીન વિશે ડેવિડે પોતાના વિચાર લોકો સામે મૂક્યા છે.
‘અમે પ્રોફેશનલ્સ છીએ, શરમ કેવી?’
ડેવિડ ધવનને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે,‘દીકરાના કિસિંગ સીન વખતે કોઈ તકલીફ આવી હતી?’ જવાબમાં તેમણે કહ્યું, ‘તેમાં કોઈ તકલીફ પડી નથી અને કોઈ શરમ પણ આવી નથી. અમે લોકો પ્રોફેશનલ્સ છીએ અને પોતાનું કામ કરી રહ્યા છીએ.’
કિસિંગ સીન સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી
ડેવિડ ધવને કહ્યું, ‘અમે લોકો શૂટિંગ કરી રહ્યા હતા તો મેં વરુણ તરફ જોયું નહોતું અને તેને પૂછ્યું કે નહિ કે આ કરવું જોઈએ કે નહિ? ને તેને કહ્યું આપણે આ કરવાનું છે. સ્ક્રિપ્ટની ડિમાન્ડ કિસિંગ સીન હતી તો અમે કર્યું. આજકાલ હિન્દી ફિલ્મોમાં કિસિંગ સીન હળવા થઈ ગયા છે.’
વધુમાં તેમણે કહ્યું, ‘જ્યારે પ્રોફેશનલી આવું કરીએ છીએ તો તે મુશ્કેલ નથી હોતું. તમે આમ-તેમ જોતા નથી. અરે યાર મારો દીકરો કરી રહ્યો છે, શરમ આવી રહી છે! અરે કેમ શરમ આવે? આવી કોઈ વાત નથી. આજકાલ બધા પ્રેક્ટિકલ છે. હવે હીરો-હિરોઈન આ કરે છે કે નહિ તે બધું તેમના પર આધાર રાખે છે.’
ડેવિડ ધવન તેના દીકરાની 3 ફિલ્મોના ડિરેક્ટર છે. તેમાં ‘હીરો’,‘જુડવા-2’ અને ‘કુલી નંબર 1’ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.