દિવાળી સ્પેશિયલ ગિફ્ટ:‘દંગલ ગર્લ’ સાન્યા મલ્હોત્રા હૃતિક રોશનની પડોશી બની, 14.3 કરોડ રૂપિયામાં નવું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જ બિલ્ડિંગના બે માળ હાલમાં જ હૃતિક રોશને ખરીદ્યા છે
  • આ પહેલા વર્ષ 2018માં સાન્યાએ મુંબઈમાં એક ઘર ખરીદ્યું હતું

દંગલ ગર્લ સાન્યા મલ્હોત્રા માટે આ દિવાળી ખાસ અને યાદગાર રહેશે કેમ કે, તેને આ દિવાળી પર પોતાને એક લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો છે. સાન્યાનું આ નવું ઘર જુહૂ વર્સોવા લિંક રોડની બેવ્યુ બિલ્ડિંગમાં છે. આ એ જ બિલ્ડિંગ છે જેના બે માળ હાલમાં જ હૃતિક રોશને ખરીદ્યા છે.

રિપોર્ટ્સના અનુસાર, સાન્યા મલ્હોત્રાએ આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ 14.3 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. મની કંટ્રોલના રિપોર્ટના અનુસાર, આ ઘર પહેલા બિલ્ડર સમીર ભોજવાનીના નામે હતું, જેને 14 ઓક્ટોબરના રોજ એક્ટ્રેસના નામે કરવામાં આવ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટના અનુસાર, સાન્યા મલ્હોત્રા અને તેના પિતા સુનિલ કુમારે સ્ટેમ્પ ડ્યુટી તરીકે લગભગ 71.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા થોડા સમય પહેલા એવા સમચાર વહેતા થયા હતા કે હૃતિક રોશને બેવ્યુ બિલ્ડિંગનો બે માળ લગભગ 100 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. તેમાં એક પેન્ટહાઉસ પણ સામેલ છે જેમાંથી સમુદ્રનો સુંદર નજારો દેખાય છે.

આ પહેલા વર્ષ 2018માં સાન્યાએ મુંબઈમાં એક ઘર ખરીદ્યું હતું. આ ઘરને ખરીદતા પહેલા સાન્યા 1BHK ફ્લેટમાં રહેતી હતી. આ વિશે એક્ટ્રેસ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, હું પહેલા એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મોટા ઘરમાં શિફ્ટ થવાનો એક જ હેતુ હતો કે મારો પરિવાર જ્યારે ઈચ્છે ત્યારે દિલ્હીથી અહીં આવી શકે અને અહીં આવીને મારી સાથે રહી શકે. હું પહેલા પૈસાને લઈને થોડી વિચારતી હતી પરંતુ મારા પિતાએ મને સમજાવ્યું કે ભાડાના મકાન માટે પૈસા આપવાને બદલે મારે મારા ઘરમાં રોકાણ કરવું જોઈએ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સાન્યાની ફિલ્મ મીનાક્ષી સુંદરેશ્વર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સાન્યા અભિમન્યુ દસાનીની સાથે જોવા મળશે. આ ફિલ્મ 5 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.