તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયો:દંગલ ગર્લ ફાતિમા સના શેખે કહ્યું - હાલ બેરોજગાર છું

16 દિવસ પહેલા

કોરોનાના કહેરના કારણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે માત્ર ટેક્નિશિયન્સ કે વર્કર્સ જ નહીં પરંતુ બોલિવૂડના સ્ટાર્સ પણ કામને લઈ ચિંતામાં મુકાયા છે. હાલમાં જ 'દંગલ ગર્લ' તરીકે જાણીતી ફાતિમા સના શેખનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં તે પેપરાઝી સામે કહી રહી છે કે તે બેરોજગાર છે.

બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ 'દંગલ'થી ગ્રોન અપ એક્ટર તરીકે ડેબ્યુ કરનારી ફાતિમા સના શેખ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં જાણીતું નામ છે. ફાતિમા હજુ સુધી તેની ફિલ્મી કરિયરમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે. તે એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે ફાતિમાથી બેરોજગાર હોવાની વાત સાંભળતા તેના ફેન્સ સહિત લોકોને આંચકો લાગ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં પેપરાઝી ફાતિમાને કહે છે કે 'તમારી ફિલ્મ અજીબ દાસ્તાન સારી ચાલી રહી છે' જેના જવાબમાં ફાતિમા ખુશી જાહેર કરે છે. તો પેપરાઝીના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે પુછવા પર ફાતિમા કહે છે,' હવે જ્યારે કોવિડ ઓછો થઈ જશે, ખતમ થઈ જશે, જેમ બધાને કામ મળશે, તેમ મને પણ કોઈ કામ મળશે. હાલ તો બેરોજગાર છું' આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...